સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd August 2019

કોટડાસાંગાણીના ભાડુઇમાં દિયરે બે લાફા મારતાં ભાભીએ જીવ દીધો

ખેતરના શેઢાની તકરાર કારણભૂતઃ કોળી પરિણીતા વિજુબેન ચાવડાએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૨૨: કોટડા સાંગાણીના ભાડુઇ ગામે રહેતી વિજુબેન હરેશભાઇ ચાવડા (ઉ.૩૦) નામની કોળી પરિણીતાએ ઝરે પી લેતાં સરધાર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલા અને દિપસિંહ ચોૈહાણે કોટડા સાંગાણી જાણ કરી હતી. વિજુબેનના પતિ હરેશભાઇ રૂપાભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે મારું અને નાના ભાઇ જયંતિનું ખેતર બાજુ-બાજુમાં છે અને કૂવો સહિયારો છે. આ કારણે અવાર-નવાર માથાકુટ થતી રહે છે. ગત સાંજે જયંતિએ મને શેઢા પાસે સાંતી હાંકવાની ના પાડી ઝઘડો કરતાં મારી ઘરવાળી વિજુ તેને સમજાવવા આવતાં જયંતિએ તેણીને બે લાફા મારી લેતાં તેને માઠુ લાગી ગયું હતું અને બકાલાની દવા પી લીધી હતી.

આપઘાત કરનારના લગ્ન નવ વર્ષ પહેલા થયા હતાં. તેણીને સંતાન નથી. માવતર બળધોઇ રહે છે. પિતાનું નામ દાનાભાઇ કુરજીભાઇ ડાભી છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:21 am IST)