ધ્રાંગધ્રા બેન્કમાંથી નીકળેલા વૃધ્ધા પાસેથી અડધો લાખ લઇને ટાબરીયો નાશી છુટયો
વઢવાણ તા. રર : ધ્રાગધ્રાના જીવાના માર્ગ ઉપર નરસીપુરા વિસ્તારમાં રહેતા રંગાડીયા નાનજીભાઇ ગોવિદાભાઇ શહેરની મધ્યમાં આવેલ શાક માર્કેટવાળા રસ્તા ઉપર આવેલ સ્ટેટબેંક ઓફ ઇન્ડીયામાંથી રૂ.પ૦ હજાર લઇને બહાર આવ્યા હતા.
ત્યારે તેમના બાઇકમાં હજુ તો થેલી ભરવવા માટેકોશિષ કરતા હતા ત્યાંજ રિક્ષા પસાર થતા બે ટાબરીયા દોડી આવ્યા અને થેલી લઇને આજુબાજુના ખાચામા ભરાઇ ગયા હતા અને નાશી છુટયા હતા. ત્યારે આજુ બાજુની દુકાનના સી.સી.ટીવી કેમેરામાં થેલી લઇને ભાગતા બન્ને ટાબરીયા નજરે પડી રહ્યા છે. ત્યારે ધ્રાંગધ્રા પોલીસને જાણ કરી આપી ફરીયાદ નોંધાવાયેલ છે ત્યારે પોલીસે વેપારીના કેમેરામાંથી સિન લઇ તપાસ હાથ ધરેલ છે. ત્યારે ટાબરીયા ગેગ ફરીવાર સક્રિય થયેલ છે. ત્યારે પ૦ હજાર ગુમાવનાર વૃધ્ધ વલોપાત સાથે ફરીયાદ નોંધાવેલ છે.