News of Thursday, 22nd July 2021
જસદણના યુટીલિટી અને ડબલ સવારી બાઇક સવાર વચ્ચે અકસ્માત
જસદણ : આટકોટ રોડ પર બુધવારે એક યુટીલિટી અને એક ડબલ બાઇક સવારો બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત થતાં બન્ને બાઇક સવારોને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે લોકોની ભીડ ઉમટી પડી હતી. તાજેતરમાં આ રોડ નવો બનાવમાં આવેલ હોવાથી આ રોડ પર વાહનોની સ્પીડ પણ વધી રહી છે ત્યારે તંત્ર દ્વારા બેફામ અને રોંગસાઈડ પર દોડતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરે એવી લોકોમાં માંગણી ઉઠવા પામી છે. (તસ્વીર : હુસામુદીન કપાસી જસદણ)
(11:57 am IST)