સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd July 2019

ઉના સબ જેલમાં માથાભારે કેદીઓ વચ્ચે બઘડાટી :ઝઘડાનો વિડિઓ વાયરલ

સબજેલમાં 17 કેડીનો મર્યાદા સામે 50 કેદીઓ હોવાની રજૂઆત :તંત્ર સામે ઉઠતા અનેક સવાલ

ઉના સબજેલમાં માથાભારે કેદીઓ વચ્ચે બાઘડતરી બોલી જવા પામી હતી કેદીઓ વચ્ચે થયેલા ઝઘડાનો વીડિયો વાયરલ થયો છે. એવું કહેવાય છે કે ઉના સબજેલમાં કુલ 17 કેદીની જ મર્યાદા છે. જેની સામે 70 કેદીઓને રાખવામાં આવ્યા છે. ત્યારે આ અંગે જેલના ઇન્ચાર્જ સબ જેલરે મામલતદારને લેખિત રજૂઆત કરીને કેટલાક કેદીઓને અન્ય જેલમાં ખસેડવા રજૂઆત પણ કરી છે. મર્યાદા કરતા વધુ કેદીઓને જેલમાં રાખતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે.

(8:15 pm IST)