સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd July 2019

કેશોદના સોંદરડા ગામે સીંગદાણાના કારખાનામાંથી રૂ.૧.૮૦ લાખની રોકડ અને બાઇકની ચોરી

જુનાગઢ, તા., ૨૨: કેશોદના બાવા સીમરોલીના ગીરીશભાઇ હમીરભાઇ સિસોદીયાનું સોંદરડા ગામની સીમમાં આવેલ સીંગદાણાના કારખાનામાં રાત્રીના સમયે તસ્કરો ખાબકયા હતા.

કારખાનાની ઓફીસમાંથી રૂ. ૧.૮૦ લાખની રોકડ અને અન્ય એક કારખાનાનાં મજુરનું મહેમાનનું રૂ. ૪પ હજારની કિંમતનું બાઇક પણ તસ્કરો ચોરી ગયા હતા.

આ અંગેની ફરીયાદ લઇ પીએસઆઇ એમ.જી.બાલસે તપાસ હાથ ધરી છે.

(1:41 pm IST)