સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd July 2019

જામનગર : કારગીલ વિજય દિવસની સ્મૃતિમાં આઇ.એન.એસ દ્વારકા દ્વારા ગ્રાન્ડ વોકથોન

 જામનગર :  ગુજરાત નૌસેના ક્ષેત્રની આગેવાની હેઠળ કારગીલ વિજય દિવસના સ્મરણ મા ઓખાના આઇ.એન.એસ. દ્વારકા દ્વારા આઇ.એન.એસ. દ્વારકાના નૌસેના અધિકારીઓ, નૌસૈનિકો અને તેમના પરિવારો, ડી.એસ.સી. પ્લાટુન્સ ના જવાનો, આઇ.એન.એસ. કરુવાના અધિકારીઓ અને નૌસૈનિકો, કોસ્ટ ગાર્ડ જીલ્લા મુખ્યાલય - ૧૫ ના અધિકારીઓ અને નાવિકો, ૬૭ એસીવી સ્કોનના કર્મચારીઓ, એમ.ઈ.એસ. ના કર્મચારીઓ તથા બિ.એસ.એફ. ના જવાનો માટે એક ગ્રાન્ડ, સંયુકત વોકેથોનનું ૨૧ જુલાઇ ૨૦૧૯ ના રોજ આયોજન કરવામાં આવ્યુ હતું. આઇ.એન.એસ. દ્વારકાના કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન અમિત જૈન અને કોમોડિસ -૧૫ ના કમાન્ડિંગ ઓફિસર ડી.આઈ.જી. મુકેશ શર્મા દ્વારા વોકાથેનને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. અંદાજે ૪૦૦ લોકોએ આ ૫.૬ કિ.મી. લાંબી વોકાથેન માં પૂર્ણ જોશ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો, જે નૌવીર નગરથી ૦૬.૩૦ કલાકે શરૂ થઈ હતી અને ઓખા શહેરમાંથી પસાર થયા પછી નેવલ બેઝ પર પૂર્ણ થઈ હાતી. આઇ.એન.એસ. દ્વારકાએ ૧૧૧૭ ડી.એસ.સી. પ્લાટુન્સ ના નાયક ધર્મેદેવ સિંહ આર્યના અદમ્ય સાહસ અને પ્રયત્નોની પ્રશંસા કરવા માટે આ તક ઝડપી લીધી હતી, જે કારગીલ ની લડાઈ દરમ્યાન ૧૮ ગ્રેનેડિયર્સનો ભાગ હતા અને જેઓએ ૦૩-૦૪ જુલાઈ ૧૯૯૯ ની રાત્રે ટાઇગર હિલની લડાઇમાં ભાગ લીધો હતો.( તસ્વીર : અહેવાલ- મુકુંદ બદિયાણી-જામનગર)

(1:35 pm IST)