સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd July 2019

કોટડાસાંગાણી- વિસાવદર- લીલીયામાં ૩, ભેંસાણ- કુંકાવાવ- બગસરા - ઉમરાળા - વલ્લભીપુરમાં ર ઇંચઃ સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું આગમન

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વાવણીના લાં...બા સમય બાદ વરસાદ વરસતા પાકને ફાયદોઃ જો કે હજુ મોરબી-દેવભૂમિ દ્વારકા-જામનગર, કચ્છ, સહિતના વિસ્તારો મેઘમહેરની રાહમાં

પ્રથમ તસ્વીરમાં ગારીયાધારમાં પડેલ વરસાદ, બીજી તસ્વીરમાં ઢાંક, ત્રીજી તસ્વીરમાં ધોરાજી, ચોથી - પાંચમી તસ્વીરમાં ગોંડલ અને ગ્રામ્ય વિસ્તાર, છઠ્ઠી તસ્વીરમાં કોટડા સાંગાણી, સાતમી તસ્વીરમાં જસદણ પંથકમાં વરસાદી પાણી વાડી વિસ્તારમાં જોવા મળે છે. (તસ્વીર - ચિરાગ ચાવડા, ગારીયાધાર), પંકજગીરી ગોસાઇ (ઢાંક), ધર્મેન્દ્ર બાબરીયા, કિશોર રાઠોડ (ધોરાજી), ભાવેશ ભોજાણી (ગોંડલ), કલ્પેશ જાદવ (કોટડા સાંગાણી), હુસામુદીન કપાસી (જસદણ),

રાજકોટ તા. રર :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં લાંબા સમય બાદ શનીવાર સાંજથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને  ધીમે ધીમે મેઘરાજા મહેરબાન થઇ રહ્યા છે આવા વાતાવરણ વચ્ચે કોટડા સાંગાણી, વિસાવદર, લીલીયામાં ૩ ઇંચ, રાજકોટ, ભેંસાણ, કુંકાવાવ-વડીયા, બગસરા, ઉમરાળા, વલ્લભીપુર ર ઇંચ, વરસાદ વરસ્યો હતો.

આ ઉપરાંત ગઇકાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા ઝાપટાથી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

જો કે સવારથી સર્વત્ર વાદળછાંયુ વાતાવરણ છવાયેલુ છે અને મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.

'વાયુ' વાવાઝોડા સમયે વરસેલ વરસાદના લાંબા સમય પછી મેઘરાજા મહેરબાન થતા વાવણી ઉપર વરસાદના કારણે પાકને જીવતદાન મળ્યું છે.

જો કે હજુ મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ સહિત જુદા-જુદા વિસ્તારોમાં મેઘમહેર થાય તેવી લોકો રાહ જોઇ રહ્યા છે.

ભાવનગર

ભાવનગર : ભાવનગર જીલ્લામાં અર્ધાથી બે ઇંચ વરસાદ પડયો છે.

ગોહિલવાડ પંથકમાં છેલ્લા ર૪ કલાક દરમ્યાન વરસાદ પડયો છે. જીલ્લાના વલ્લભીપુર અને ઉમરાળામાં બે-બે ઇંચ, જેસરમાં પોણા બે ઇંચ, પાલીતાણામાં દોઢ ઇંચ, ગારીયાધારમાં એક ઇંચ અને સિહોરમાં અર્ધો ઇંચ વરસાદ પડયો છે. અન્ય તાલુકામાં હળવા-ભારે ઝાપટા વરસી ગયા હતાં.

આજે સોમવારે સવારે છ વાગ્યે પૂરા થતાં છેલ્લા ર૪ કલાક દરમ્યાન ઉમરાળામાં ૪૬, ગારીયાધારમાં ર૦, ઘોઘામાં પ, જેસરમાં ૪ર, તળાજામાં ૮, પાલીતાણામાં ૩૭, ભાવનગરમાં ૪, મહુવામાં ૬, વલભીપરમાં પ૧ અને સિહોરમાં ૧૪ મીમી વરસાદ નોંધાયો છે. આજે સવારે વરસાદી માહોલ વિખેરાઇ ગયો હતો.

જામકંડોરણા

જામકંડોરણા : ગઇકાલે અસહ્ય ઉકળાટ અને બફારા બાદ સાંજના સાત વાગ્યે કાળા ડીબાંગ વાદળો છવાયા હતાં અને ગાજવીજ સાથે સાંજના સાત વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં એક કલાકમાં ૧૮ મીમી વરસાદ પડયો હતો. આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. આ વરસાદથી મુરઝાતી મોલાતોને જીવતદાન મળેલ છે અને ખેડૂતો તથા લોકોમાં આનંદની લાગણી ફેલાયેલ છે.

કોટડાસાંગાણી

કોટડાસાંગાણી : કોટડાસાંગાણી સહીતના આસપાસના ગામોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો. જેમાં દિવસ દરમિયાન કોટડાસાંગાણીમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું હતું.

કોટડાસાંગાણી સહીત આસપાસના ગામોમાં દિવસ દરમિયાન વરસાદી માહોલ જામ્યો હતો. સાંજના સુમારે ઘટાટોપ વાદળો ઘેરાયા હતાં અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબકતા છેલ્લા વીસ દિવસથી મુરજાઇ રહેલા ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું હતું. ધોધમાર વરસાદથી વરસાદની કાગડોળે રાહ જોઇ રહેલા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ધોધમાર વરસાદ વચ્ચે સાંજના સુમારે વિજળીના અવાજે અને ચમકારાઓએ ગામવાસીઓને કાયદેસરના ગભરાવ્યા હતા અને રાજપરા ગામે વિજળીના ચમકારાની તસવીર કેમેરામાં કેદ થઇ હતી. પુરા દિવસના બફારાબાદ ધોધમાર વરસાદ ખાબકતા લોકોને ગરમીથી રાહત મળી હતી. પુરા દિવસ દરમિયાનનો ૭૬ મીમી (ત્રણ ઇંચ) વરસાદ મામલતદાર કચેરીમાં નોંધાયો હતો.

ગારીયાધાર

ગારીયાધાર : પંથકના ઇશાન દિશા તરફથી વરસાદી માહોલ સર્જાતા સમગ્ર પંથકના ગામોમાં અડધાથી ૧ ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. લાંબા સમયથી આતુરતા પૂર્વક રાહ જોતા ખેડૂતો સહિત વેપારીઓમાં આનંદ છવાયો હતો.

જાળીયા, ખારડી, સીતાપુર, માંડવી, ભેમરીયા, મોશીયાવડી અને સુખપર સહિતના ગામોમાં આજે સાંજે પ-૩૦ કલાકે વાદળ છાયા વાતાવરણ સાથે વિજળીની કડાકા-ભડાકા સાથે એક ઇંચ જેટલો વરસાદ વરસી પડયો હતો. જયારે ગારીયાધાર સહિત પરવડી, સુરનિવાસ, પાંચશ્વરી, વિરડી, મોરાવા, નવાગામ, રૂપાવટી, મેસણકી, સહિતના ગામોમાં પાા થી અડધો ઇંચ વરસાદ વરસાદની હેલી વરસી પડી હતી.

લાંબા સમયથી વરસાદની આતુરતા પૂર્વક રાહ જોતા ખેડૂતોમાં વરસાદ વરસી પડતા આનંદ છવાયો હતો. જયારે છેલ્લા ત્રણ દિવસથી ઉકળાટ અને બફારામાં ત્રાસી ગયેલા સૌ કોઇ ગ્રામ્યજનો વરસાદમાં ભીંજાવા બજારોમાં નિકળી પડયા હતાં. 

ગોંડલ

ગોંડલ : શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટાથી માંડીને બે ઇંચ જેટલો વરસાદ પડતા પાકને ફાયદો થયો છે.

ધોરાજી

ધોરાજી :.. ભારે બફારા અને પવનની સુસવાટી સાથે જોરદાર વરસાદ થતા ખેડૂતો આનંદમાં આવી ગયેલ છે. આ વરસાદ ધોરાજી - જામકંડોરણા અને પાટણવાવ સહિતના ગામોમાં પડેલ અને વરસાદ દોઢ ઇંચ પડતા મુરજાતી મોલાતને નવજીવન મળેલ હતું.

ઢાંક

ઢાંક :.. ઉપલેટા તાલુકાના ઢાંક અને ગધેથડ ગામમાં ર ઇંચ વરસાદ વરસતા ખેતરમાં મુરજાતા મોલને જીવનદાન મળ્યુ હતું કેટલાય સમયથી ખેતરમાં વાવેલા મોલને વરસાદ ખેંચાતા પાણી ન મળવાને લીધે પાક નિષ્ફળ જાવાની ભીતિ હતી. એવામાં વરૂણ દેવે મહેર કરતા ઢાંક તથા આજૂબાજૂના વિસ્તારમાં ર ઇંચ જેવો વરસાદ વરસતા પાકને નવજીવન મળતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે.

જસદણ

જસદણ :.. સુન્ની મુસ્લિમ સમજના બિરાદરો એ વધુ વરસાદ વરસે તે માટે બહોળી સંખ્યામાં બિરાદરો ખુલ્લા માથે અને ઉઘાડા પગે હઝરત કાળુપીર સરકાર પાસે દુઆ કરી. બે કિલો મીટર સુધી પગપાળા જઇ ઇદગાહમાં વરસાદ વરસે તે માટે ખાસ બે રકઅતની નમાઝ અદા કરી હતી. આમ પુણ્યના કામોની સાથે મેઘ મહેર થતાં પ્રજાજનોએ રવિવારની ભરપુર મજા માણી હતી.

ગઇકાલ સવારથી આજે સવારના ૮ વાગ્યા સુધીમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

રાજકોટ

ઉપલેટા

૩૪ મી. મી.

કોટડા સાંગાણી

૭૬ મી. મી.

ગોંડલ

૩૬ મી. મી.

જેતપુર

૩ર મી. મી.

જસદણ

રર મી. મી.

જામકંડોરણા

ર૧ મી. મી.

ધોરાજી

૩પ મી. મી.

પડધરી

૪૦ મી. મી.

રાજકોટ તાલુકો

ર૯ મી. મી.

રાજકોટ

૬૩ મી. મી.

લોધીકા

૬ મી. મી.

વિંછીયા

૬ મી. મી.

જુનાગઢ

ભેસાણ

પર મી. મી.

જુનાગઢ

૩૦ મી. મી.

કેશોદ

ર૭ મી. મી.

માળીયા હાટીના

ર૦ મી. મી.

માણાવદર

૧૮ મી. મી.

માંગરોળ

૧ર મી. મી.

મેંદરડા

૧પ મી. મી.

વંથલી

ર૭ મી. મી.

વિસાવદર

૭૦ મી. મી.

અમરેલી

અમરેલી

પ૧ મી. મી.

કુંકાવાવ

૪૮ મી. મી.

વડીયા

૪૯ મી. મી.

ખાંભા

રર મી. મી.

ધારી

૪ર મી. મી.

બગસરા

પ૯ મી. મી.

બાબરા

રર મી. મી.

રાજૂલા

૧૩ મી. મી.

લાઠી

૬૩ મી. મી.

લીલીયા

૭૪ મી. મી.

સાવરકુંડલા

૪૩ મી. મી.

ભાવનગર

ઉમરાળા

૪૬ મી. મી.

ગારીયાધાર

ર૦ મી. મી.

ઘોઘા

પ મી. મી.

જેશર

૪ર મી. મી.

તળાજા

૮ મી. મી.

પાલીતાણા

૩૭ મી. મી.

ભાવનગર

૪ મી. મી.

મહુવા

૬ મી. મી.

વલ્લભીપુર

પ૧ મી. મી.

શિહોર

૧૪ મી. મી.

જામનગર

જામનગર

૪ મી. મી.

કાલાવડ

૪૧ મી. મી.

લાલપુર

૧ મી. મી.

જામજોધપુર

૭ મી. મી.

ધ્રોલ

૪ મી. મી.

જોડીયા

ર મી. મી.

દેવભુમિ દ્વારકા

દ્વારકા

૪૧ મી. મી.

કચ્છ

અબડાસા

ર૦ મી. મી.

લખપત

ર૧ મી. મી.

નખત્રાણા

૧૬ મી. મી.

પોરબંદર

પોરબંદર

૧૧ મી. મી.

રાણાવાવ

૧૮ મી. મી.

કુતિયાણા

ર૦ મી. મી.

ગીર સોમનાથ

વેરાવળ

૧ર મી. મી.

તાલાલા

૧૮ મી. મી.

સુત્રાપાડા

૮ મી. મી.

ઉના

૧૪ મી. મી.

ગીરગઢડા

૬ મી. મી.

(11:42 am IST)