સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 22nd July 2018

બોટાદમાં લગ્નેતર સંબધોનો કરુણ અંજામ : પત્નીના પ્રેમીનો મુસ્લિમ બંધુઓ પર છરીથી હુમલો : પતિનું મોત : એક ગંભીર

બોટાદ :બોટાદમાં પત્નીના અન્ય યુવાન સાથેના સંબંધોની અદાવતમાં આજે રાત્રે પત્નીના પ્રેમીએ મુસ્લિમ બંધુ પર છરીથી હુમલો કરતા પતિનું મોત નીપજ્યું હતું જયારે પતિના ભાઈ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે મળતી વિગત મુજબ આજે રાત્રે બોટાદના સબીયા હોસ્પિટલ નજીક એમપી નામના કારખાના પાસે મૂળ વિછિયા અને હાલમાં બોટાદ રાહતો પમ્પી અને અજાણ્યા શખ્શોએ બે મુસ્લિમ ભાઈઓ પર આડેધડ છરીના ઘા ઝીકતા ઇમરાન ફરીદ વળદરિયા (,,, 27 ) અને તેના ભાઈ ઈરફાનને ગભીત ઇજા પહોંચી હતી બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન ઇમરાન ફરીદ વળદરીયાનું મોત નીપજ્યું હતું

  પ્રાથમિક મળતી વિગત મુજબ મારનાર ઇમરાન અને પમ્પી બંને મિત્રો હતા ઘરે આવતા જતા હતા ઈમરાનની પત્ની સાથે આંખ મળી જતા આગાઉ બન્ને ભાગી ગયા હતા ત્યારબાદ ઇમરાન સમજાવીને પાછી લાવ્યો હતો સમાધાન થયા બાદ ફરીવાર ભાગી જતા ડખ્ખો થયો તેની અદાવતમાં આજે રાત્રે આ હત્યાના બનાવની જાણ થતા ડીવાયએસપી પટેલ બોટાદ પીઆઈ સહીતના દોડી ગયા હતા    

હત્યાના બનાવ બાદ હોસ્પિટલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા

(11:24 pm IST)