સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 22nd July 2018

લજાઈ નજીક કારચાલકે ઠોકર મારતા બાઇકસવાર વૃઘ્ધનું મોત : હળવદ પાસે બોલેરોની ટક્કરે રાહદારી યુવાનને ઇજા

મોરબી જીલ્લાના ટંકારા નજીક અકસ્માતમાં વૃદ્ધનું મોત થયું છે જયારે હળવદ નજીક રાહદારીને અકસ્માતમાં ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

  અકસ્માતના પ્રથમ બનાવમાં ફરિયાદી તૌસીફભાઈ ગાજીભાઇ વડાલિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે બોલેરો કાર નં જીજે ૧૨ ડીજી ૩૭૪૩ પુરઝડપે ચલાવી ફરિયાદીના પિતા ગાજીભાઇ વડાલિયા (ઊવ ૬૫) મોટરસાયકલમાં જતા હોય જેને લજાઈ નજીક કારચાલકે ઠોકર મારતા મોટરસાયકલ સવાર વૃદ્ધનું મોત નીપજ્યું છે

  જયારે બીજો અકસ્માત હળવદ નજીક સર્જાયો હતો જેમાં ફરિયાદી ભાવેશભાઈ કોળીએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી બોલેરો કાર નં જીજે ૧૩ એ ડબલ્યુ ૧૨૫૦ ના ચાલક બચુભાઈ નાજાભાઈ ભરવાડ રહે. ખેતરડી વાળાએ બોલેરો કાર પુરઝડપે ચલાવી હળવદના ચુંપણી થી ખેતરડી જવાના રસ્તે ફરિયાદીના મોટાભાઈ મુન્નાભાઈ ઉર્ફે મુકેશભાઈ (ઊવ ૩૫) વાળા ચાલીને જતા હોય જેને હડફેટે લેતા ઈજાઓ પહોંચી છે

(9:35 pm IST)