સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 22nd July 2018

રહસ્યમય સંજોગોમાં માતા-પુત્ર સાથે કુવામાં ખાબકીઃ માસુમ બાળકનું મોત

રાજકોટઃ રાજકોટ શહેરના જામનગર રોડ ઉપર આવેલ  પરાપીપળીયા ગામે વાડીમાં રહેતા આદિવાસી પરિવારની મહિલા વરસાદથી બચવા કુવા કાંઠે ગઇ ત્યારે ખુલ્લા કુવામાં પગ લપસી જતા અંદર ખાબકી હતી. કાખમાં રહેલ છ મહિનાની છોકરી પણ પડી સાથે કુવામાં ગરકાવ થઇ ગયો હતો પરંતુ રસ્સો  હાથમા આવી જતા  તેણી બહાર નીકળી ગઇ હતી આ અંગે પરિવારને શું કહેવું તેવું સમજી હેબતાઇ ગયેલી મહિલા રોડ ઉપર આવી બેઠી હતી અને કોઇએ પોલીસને જાણ કરતા સમગ્ર હકીકત વર્ણવી હતી. બાદમાં પોલીસે ફાયરબ્રિગેડની મદદ લઇ બાળકના મૃતદેહને બહાર કાઢયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

(12:20 pm IST)