News of Sunday, 22nd July 2018
જૂનાગઢનાં ભેંસાણમાં અડધો ઈંચઃ સૌરાષ્ટ્રમાં ૧૬ તાલુકામાં ઝાપટા
રાજકોટ, તા. ૨૧ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણ યથાવત છે અને આવા વાતાવરણ વચ્ચે હળવા-ભારે ઝાપટા વરસી જાય છે.
આજે બપોરના ૧૨ થી ૨ દરમિયાન જૂનાગઢના ભેંસાણમાં અડધો ઈંચ વરસાદ પડયો હતો.
જ્યારે અમરેલી, વડીયા, મહુવા, પાલીતાણા, ગઢડા, કુતિયાણા, ઉના, જૂનાગઢ, કેશોદ, માળીયાહાટીના, માણાવદર, મેંદરડા, વિસાવદર, ગોંડલ, કોટડાસાંગાણી, વિંછીયામાં હળવા-ભારે ઝાપટા પડયા હતા.(૨-૨૨)
(4:14 pm IST)