સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd June 2021

વિજ પ્રશ્ને આજે બીજે દિ' સાવરકુંડલામાં ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાતની અટકાયત

પીજીવીસીએલની ગોકળગાય ગતિએ કામગીરી યથાવત : સાવરકુંડલા પોલીસ સ્ટેશને ટેકેદારો ઉમટયા

(દિપક પાંધી - ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૨૨ : સાવરકુંડલાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાત દ્વારા વિજ પ્રશ્ને લડત ચલાવતા ગઇકાલે અટકાયત કરવામાં આવ્યા બાદ તેઓને મુકત કરવામાં આવ્યા બાદ આજે સાવરકુંડલા ખાતેના ૨૨૦ કેવી ખાતે ધરણા શરૂ કરતા આજે બીજા દિવસે પોલીસે તેમની અટકાયત કરી હતી અને અનેક ખેડૂતો - સમર્થકો પોલીસ સ્ટેશને દોડી ગયા હતા.

'તૌકતે' વાવાઝોડાના કારણે ખેતીવાડી વીજ પુરવઠો છેલ્લા એક માસથી વીજપડી PGVCL પેટા વિભાગીય કચેરી હેઠળનાં ૩૧ ગામોને ખેતીવાડી વીજળી, મળવામાં નથી, હાલ ચોમાસાની સીઝન હોય, જેના કારણે ખેડૂતો દ્વારા પોતાના ખેતરોમાં વાવેતર (વાવણી) કરતા હોય, તેવા સમયમાં વીજ તંત્ર દ્વારા ખેડૂતોનાં ખેતરોમાં જઈને વીજળી પુનઃ સ્થાપનની કામગીરી કરવામાં આવેતો હાલ વાવેતરને નુકશાન થવા પામે જેના કારણે ખેડૂતો પાકોને વાવાઝોડામાં નુકશાન થયેલ છે, ત્યારે તેમના વાવેતરને નુકસાનનાં થાય તેવા હેતુથી ધારાસભ્ય દ્વારા સાવરકુંડલા તાલુકાના તમામ ગામોમાં વીજ પુનઃ સ્થાપનની કામગીરી વહેલાસર કરી પૂર્ણ કરવા માટે ખેડૂતોનાં પ્રશ્નને વાચા આપવા માટે ધારાસભ્ય દ્વારા તંત્રને તા. ૨૦/૦૬/૨૦૨૧ સુધીમાં વીજળી પુનઃ સ્થાપન કરવા પત્ર પાઠવીને જણાવેલ હતું. તેમ છતાં તંત્ર દ્વારા તેમની હરકતમાં આવેલ નહતું, જેથી તા.૨૦/૦૬/૨૦૧ સુધીમાં આ કામગીરી પૂર્ણ નહી કરતા ખેડૂતોમાં દુઃખી છે. ઘરણાના કારણે પીજીવીસીએલ કાર્યપાલક ખાતરી આપી છે કાલથી વાડી વિસ્તારમાં ખુબજ ઝડપથી પોલ નાખવાનું કામ ચાલુ થશે.

આ ઘરણા ધારાસભ્ય પ્રતાપ દુધાત તેમજ મનુભાઈ ડાવરા પ્રમુખ તાલુકા કોંગ્રેસ સમિતિ સાવરકુંડલા, ઘાંડલા સરપંચ દિનેશભાઇ કાતરીયા, ભૌતિક સુહાગીયા, અશ્વિનભાઈ ધામેલીયા, દીપકભાઈ સભાયા, જયદીપભાઈ ખુમાણ, લીલીયા તાલુકા પંચાયત પ્રમુખ બાદુર ભાઈ બેરા, ભીખાભાઇ દેવાણી, લાભભાઈ ખૂંગલા, ભાવેશભાઈ ચાંદુ, પ્રવીણભાઈ રાદડિયા, ગોરધનભાઈ વેકરીયા, કાંતિભાઈ કાકલોતર, સંજયભાઈ વાઘેલા, મિતિયાળા સરપંચ હેદરભાઇ, શૈલેષભાઈ બરવાલીયા, રમેશભાઈ શેલડિયા, મુળજીભાઈ સરપંચ જાંબુડા, રાઘવભાઈ વિજપડી, સરપંચ પરેશભાઈ તેમજ ગોરડકા, લુવારા, મિતિયાળા, જાબાળ આંબરડી, અભરામપરા, બગોયા, ગીણીયા, કૃષ્ણગઢ, ખોડીયાણા, દોલતી, દેત્રડ, આદસંગ, ઘનશ્યાનગર, થોરડી, લીખાળા, ડેડકડી, છાપરી, ખડસલી, મઢડા, જાંબુડા, વિજપડી, હાડીડા, દાધિયા, મેરિયાણા, ભંમર, વણોટ, ચીખલી, ઘાંડલા, રામગઢ, ગામના ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને અંતમાં ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા જણાવેલ છે કે, જો તંત્ર હજુ પણ તેમની હરકતમાં નહી આવેતો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

જો કે પીજીવીસીએલ દ્વારા ગોકળગાયની ગતિએ કામગીરી આજે પણ યથાવત છે.

(1:16 pm IST)