સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd June 2021

કેશોદના ભરતભાઇ વડાલીયાની જીલ્લા ભાજપ ઉપપ્રમુખપદે વરણી

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા.રર : જુનાગઢ જિલ્લા ભાજપના હોદેદારોની ટીમમાં ખાલી જગ્‍યાઓ ઉપર કેશોદના ભાજપના આગેવાન ભરતભાઇ વડાલીયાની ઉપપ્રમુખ તરીકે વરણી કરાઇ હતી.

આ તકે કેશોદના ધારાસભ્‍ય દેવાભાઇ માલમ, પાલીકા પ્રમુખ લાભુબેન પીપલીયા, પાલિકા ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેન તાલુકા પંચાયતના પ્રમુખ કાળુભાઇ દેત્રોજા, ઉપપ્રમુખ તથા કારોબારી કેશોદ શહેર ભાજપા પ્રમુખ પ્રવિણભાઇ ભાલારા, મહામંત્રી શહેર ભાજપ કેશોદ તાલુકા ભાજપ પ્રમુખ પરબતભાઇ પીઠીયા અને તાલુકા ભાજપ મહામંત્રીઓએ તથા કેશોદ શહેર તાલુકાના સહકારી આગેવાનો ભાજપ અગ્રણી આગેવાનો તમામ આવકારેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, મહામંત્રી વિનોદભાઇ ચાવડા, જુનાગઢ જિલ્લા સંગઠન પ્રભારી ધવલભાઇ દવે જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટભાઇ પટેલ તથા જિલ્લા પંચાયત જુનાગઢના પ્રમુખ દિનેશભાઇ ખટારીયા તથા લ્લિાના તમામ મહામંત્રીઓને આ તક આભાર માન્‍ય હતો.

(10:38 am IST)