સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd June 2021

હળવદના ભલગામડા ગામે ચોકડી પર કમલા ક્લિનિક ચલાવતા મૂળ પશ્ચિમ બંગાળનો નકલી ડોક્ટર ઝડપાયો

બોગસ ડોક્ટર દેવ રતન શરત રોઈ પાસેથી દવાઓનો જથ્થો જપ્ત કરાયો

હળવદ પંથકમાં છેલ્લા પંદર દિવસમાં પોલીસ દ્વારા જુદા-જુદા બે ગ્રામ્ય વિસ્તારમાંથી બોગસ ડોકટરોને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યું છે. ત્યારે હળવદ પી.આઈ પી.એ. દેકાવાડિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ કોડના પોલીસ જવાન દેવેન્દ્રસિંહ ઝાલા, જયપાલસિંહ ઝાલા, યોગેશદાન ગઢવી, મૂમાભાઈ કલોત્રા સહિતનાઓએ હળવદ તાલુકાના ભલગામડા ગામે ગામની ચોકડી પર કમલા ક્લિનિક નામથી દવાખાનું ચલાવતા પશ્ચિમ બંગાળના ઝોલાછાપ ડોક્ટરને ઝડપી લીધો હતો.

પોલીસ દ્વારા બોગસ ડોક્ટર દેવ રતન શરત રોઈ (રહે. હળવદ, રુદ્ર પાર્ક, મૂળ રહે. કલકત્તા, પશ્ચિમ બંગાળ) પાસેથી દવાઓનો જથ્થો પણ જપ્ત કર્યો છે. હાલ પોલીસ દ્વારા આ કહેવાતા ડોક્ટરને પોલીસ મથકે લઇ આવી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:00 am IST)