સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 22nd June 2019

સુરેન્દ્રનગરના અણીન્દ્રામાં ઉદ્યોગકાર ગોવિંદ પીઠવાનો વ્યાજખોરોના ત્રાસથી આપઘાત : રૂ. ૧.પ કરોડ વ્યાજે લીધા'તા.

સ્યુસાઇડ નોટમાં ર૧ વ્યાજખોરોના નામ

વઢવાણ, તા. રર : વઢવાણ તાલુકાના અણીન્દ્રા ગામના ઉદ્યોગકાર દશરથભાઇ ગોવિંદભાઇ પીઠવાએ ગુરુવારે મોડી રાત્રે ૧૧ વાગ્યે દ્યરમાં ફાંસો ખાઈ આપદ્યાત કર્યો હતો. વઢવાણ જીઆઇડીસીમાં ગજાનંદ ઇન્ડસ્ટ્રીઝ નામે ફેબ્રીકેશન અને હાઇડ્રોલીક પ્રેસની મશીનરીનું કારખાનું ધરાવતા પીઠવાએ વ્યાજખોરોના ત્રાસને કારણે પગલું ભર્યાનું પત્નીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું. ખોટ જતા તેમણે ૨૧ જણા પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. દશરથભાઇએ ફાંસો ખાતા પહેલા સુસાઇડ નોટ લખી હતી. જેમાં ૨૧ વ્યાજખોરોના ત્રાસથી મોતને વહાલુ કરતા હોવાનું લખ્યુ હતુ.

આ અંગે તેમના પત્નિ મીતાબેન દશરથભાઇ પીઠવા ફરિયાદ લખાવું છું કે ગઇકાલે તા.૨૦-૬-૧૯ ના રાત્રે ૧૧ વાગે હંુ તથા મારા પતિ તથા મારા સાસુ ધાબા ઉપર સુવા ગયા હતા. મારા સસરા દ્યરના ડેલાની બહાર ખાટલો નાખી સુતા હતા. આજે સવારમાં હું સવા પાંચેક વાગ્યે જાગી ત્યારે મારા પતિ પથારીમાં નહોતા. હું નીચે આવતા અમારા દ્યરના રૂમનો દરવાજો આડો હતો. મેં ધક્કો મારી ખોલતા મારા પતિ અમારા દ્યરની છત સાથે લાગેલા નકુચા સાથે દોરડું બાંધી ફાંસો ખાધેલી હાલતમાં હતા. મેં મારા સસરાને બુમ પાડતાં તેમજ બહાર જઈને બૂમાબૂમ કરતાં મારા સસરા તથા સાસુ તેમજ અમારી બાજુમાં રહેતા દશરથભાઇ પટેલ વગેરે આવ્યા હતા. મારા પતિની લાશ મારા સસરા તથા કુંટુબીઓ મહાત્મા ગાંધી હોસ્પિટલ સુરેન્દ્રનગર લઇ આવ્યા હતા.

અમારા રૂમમાં મારા પતિનો મોબાઇલ તે રૂમની બારીમાં પડ્યો હતો. તે મોબાઇલ નીચે મે જોતા તેમા મારા પતિના અક્ષરે નાની નોટના ૩ લીટીવાળા પેજમાં તેઓએ સ્યુસાઇડ નોટ લખેલી મળી હતી. જેમાં તેઓએ જય ભારત સાથ જણાવવાનું કે, હું સ્યુસાઇડ કર્જના હિસાબે કરૂ છું. મને માફ કરજો લી.દશરથ મારી સહી તેમ પહેલા પેજમાં તેમજ બીજા બે પેજમાં મારા પતિએ જેના જેેના પાસેથી જેટલા જેટલા રૂપિયા વ્યાજના લીધેલ તેની લાખમાં આંકડા તેમજ તેઓના નામ જેમાં (૧) દ્યનશ્યામસિંહ ખુમાનસિહ હનુભા ઝાલા (રહે, અણિન્દ્રા) તેઓની પાસેથી રૂ.૨૦,૦૦,૦૦૦, (૨) અનોપસિંહ ઉર્ફે અનુદાદા ઝાલા (રહે, અણિન્દ્રા. તા,વઢવાણ) તેઓ પાસેથી ૧૫,૦૦,૦૦૦, (૩) રાહુલભાઇ રબારી (રહે, સુરેન્દ્રનગર ૮૦ ફુટ રોડ) તેઓ પાસેથી રૂ. ૧૮,૦૦,૦૦૦, (૪) બળદેવલાલ નારણભાઇ પિત્રોડા (રહે, હાલ અમદાવાદનિકોલ, મુળ રહે, કટુડા) તેઓ પાસેથી રૂ.૨૦,૦૦,૦૦૦, (૫) મહેશભાઈ મોરી જાતે રબારી (રહે, સુરેન્દ્રનગર) તેઓ પાસેથી રૂ.૩,૦૦,૦૦૦, (૬) મુકેશભાઇ રબારી (રહે,સુરેન્દ્રનગર) પાસેથી રૂ.૧,૦૦,૦૦૦, (૭) કાનજીભાઇ (રહે, સેડલા) પાસેથી રૂ.૩,૦૦,૦૦૦, (૮) અલ્પેશભાઇ હર્ષદ ટ્રેડિંગ સુરેન્દ્રનગરવાળા પાસેથી રૂ.૧,૫૦,૦૦૦, (૯) અમરીશભાઇ પંડ્યા (રહે, રતનપર) પાસેથી ૨,૦૦,૦૦૦, (૧૦) હરદેવસિંહ ચા વાળા કે જેઓની જીઆઇડીસીમાં ચાની હોટલ છે. તેઓ પાસેથી રૂ.૧,૫૦,૦૦૦, (૧૧) ખુમાનસિંહ હનુભા ઝાલા (રહે, અણિન્દ્રા તા. વઢવાણ) પાસેથી રૂ.૨૦,૦૦,૦૦૦, (૧૨) ધર્મેન્દ્રભાઇ રાઠોડ (રહે, વઢવાણ) પાસેથી રૂ.૧૦,૦૦,૦૦૦, (૧૩) ઉમેશભાઇ પરીખ (રહે, સુરેન્દ્રનગર) પાસેથી ૧૦,૦૦,૦૦૦, (૧૪) પરસોત્ત્।મભાઇ (રહે, જોરાવરનગર) પાસેથી રૂ.૫,૦૦,૦૦૦, (૧૫) ગુરુજી (રહે, ચોટીલા) પાસેથી ૫,૦૦,૦૦૦ (૧૬) હર્ષદભાઇ બટુકભાઇ મિસ્ત્રી (રેહ, ૮૦ ફુટ રોડ શાકમાર્કેટ, અયોધ્યાનગર) પાસેથી રૂ.૩,૦૦,૦૦૦, (૧૭) રમેશભાઇ પટેલ (રહે,પ્રતાપપાર્ક, સુરેન્દ્રનગ) પાસેથી ૧,૫૦,૦૦૦, (૧૮) રજનીકાંત પટેલ (રહે, બજરંગ ફ્લેટ, સુરેન્દ્રનગર) પાસેથી રૂ.૧,૦૦,૦૦૦, (૧૯) મુકેશકુમાર પ્રેમજીભાઇ મિસ્ત્રી (રહે, નવજીવન સોસાયટી, વડોદરા) પાસેથી રૂ.૩,૫૦,૦૦૦, (૨૦) દુધવાળાભાઇ (રહે, ઊમિયા ટાઉનશીપ) પાસેથી ૫૦,૦૦૦, (૨૧) દળુભાઇ ચાવાળા પાસેથી રૂ.૮,૦૦,૦૦૦ લીધા હતા. તેઓના પ્રેશરના હિસાબે મારા પતિએ આ સ્યુુસાઇટ કર્યું હોવાની નોટ મળી આવી છે. જે સ્યુુસાઇડ નોટમાં જે નામ લખેલા છે. તેમાં અમુકના અધુરા નામ તેમજ સરનામા લખેલા છે. પરંતુ મને તેઓ પૈકી જે પણના નામ-સરનામા ખબર છે તે મે લખાવ્યા છે.

મારા પતિ આજથી એકાદ વર્ષ પહેલા સુરેન્દ્રનગર જીઆઇડીસી અલ્ટ્રા મિનરલ વોટર પાસે પ્રમુખ લેબવાળી ગલીમાં ગજાનંદ ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું ફેબ્રિકેશન તેમજ હાઇડ્રોલિક પ્રેસ તેમજ મશીનરીનંુ કારખાનું હતું. જે કારખાનું એક વર્ષ પહેલા મારા પતિએ વેચી દીધું હતું. આ કારખાનું મારા પતિએ ૬ વર્ષ સુધી ચલાવ્યું હતું. જે દરમિયાન કારખાનામાં કામ અર્થે તેમજ ખોટમાં જતા ઉપરોકત તમામ વ્યકિતઓ પાસેથી વ્યાજે રૂપિયા લેેધા હતા.ઙ્ગવ્યાજની ઉદ્યરાણી કરવા અવારનવાર અમારા દ્યરે તેમજ મારા પતિ દ્યરની બહાર નીકળે ત્યારે આ ઉપરોકત વ્યકિતઓ મારા પતિ પાસે પઠાણી ઉદ્યરાણી કરતા હોય અને આ બાબતે મારા પતિએ મને તેમજ મારા દ્યરનાને પણ અવારનવાર આ લોકોથી અપાતા માનસિક ત્રાસ બાબતે વાત કરે. અને તેઓના ત્રાસના હિસાબે જ મારા પતિએ જાતેથી અમારા દ્યરે ગળેફાંસો ખાઇ મરણ થયેલ હોય ઉપરોકત તમામ ઇસમો વિરુદ્ઘ ધોરણસર થવા મારી ફરિયાદ છે. આ લોકો પાસેથી કેટલા ટકા વ્યાજે રકમ લીધેલ તેની મને ખબર નથી. પરંતુ આ લોકો પાસેથી મારા પતિએ સુસાઇડ નોટમાં જે-જે રકમ લખેલ છે. તે વ્યાજવા લીધેલ હોવાની મારા પતિએ મને વાત કરેલ હતી. તેમજ મારા પતિએ જે સુસાઇડ નોટ લખેલ છે. તે રજુ કરવા હું તૈયાર છું.

(11:37 am IST)