સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 22nd June 2019

ઉનાના સનખડામાં એટીએમ બેન્કની અંદરને બદલે બહાર મુકવા માગણી

ઉના તા. રર :.. સનખડા ગામે ભારતીય સ્ટેટ બેંન્કનાં એટીએમ બેન્કની અંદરને બદલે બહાર મુકવા માગણી ઉઠી છે.

સનખડા ગામના આગેવાન દિપસિંહ ભીખુભાઇ ગોહીલે ભારતીય સ્ટેટ બેંકના રીજીનીયલ મેનેજરને લેખીતમાં રજૂઆત કરી છે. સનખડા ગામમાં એસબીઆઇ બ્રાન્ચ આવેલ છે. સનખડાના ૧૦ થી ૧ર હજાર લોકો તેમજ આજુ બાજુના ૧૪ થી ૧પ ગામનાં લોકોના ખાતા આવેલ છે.

ઘણા પાસે એટીએમ ડેબીટ કાર્ડ છે. પરંતુ એટીએમ મશીન બેન્કના પરિસરની અંદર હોય ગ્રાહકો સવારે ૧૧ થી સાંજે ૪ સુધી ઉપયોગ કરી શકે છે. જાહેર રજાઓ, રવિવાર ત્થા રાત્રીના લોકોને રૂપિયાની જરૂર પડે તો મુશ્કેલી પડે છે. એટીએમ મશીન બેન્કની બહાર રૂમમાં રાખવા માગણી કરી છે. રોકડ રૂપિયા ભરવા ઉપાડવા બેન્કમાં એ જ કેસ બારી છે. ગ્રાહકોનો ૩ થી ૪ કલાકે વારો આવે છે.

તેમજ નવા ખાતા ખોલવામાં ઘણા દિવસો લાગે છે. ઉધ્ધતાઇ ભર્યુ વર્તન કરે છે. પીવાના પાણી ત્થા શૌચાલયની વ્યવસ્થા સહિત ગ્રાહકોને સેવા મળે તેવી વ્યવસ્થા કરવા માંગણી ઉઠી છે.

(11:25 am IST)