News of Friday, 22nd June 2018
અલંગમાં લાંગરેલા જહાજમાં બ્લાસ્ટઃ પરપ્રાંતીય મજુરનું મોતઃ ર ને ઇજા
ભાવનગર તા.૨૨: ભાવનગર નજીકનાં અલંગ જહાજવાડા માં લાંગરેલ જહાજમાં બ્લાસ્ટ થતાં ૧ મજુરનું મોત નિપજયું છે જયારે બે મજુરોને ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયેલ છે.
મળતી વિગતો મુજબ ભાવનગર નજીક આવેલા વિશ્વવિખ્યાત અલંગશીપ બ્રેકીંગ યાર્ડ ખાતે પ્લોટ નં. ૧૨૫માં લાંગરેલા જહાજમાં આજે બપોરે જહાજ માકટીંગ નું કામ ચાલતું હતું ત્યારે અચાનક બ્લાસ્ટ થતાં જહાજમાં કામ કરતાં એક પરપ્રાંતીય મજુરનું ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. જયારે બે મજુરો ને ઇજા થતાં તેને સારવાર માટે ભાવનગરની હોસ્પિટલ ખસેડાયેલ છે. બનાવની જાણ થતાં જ અલંગ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો.
(4:51 pm IST)