સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd June 2018

વાંકાનેરમાં ચોરાઉ પ બાઇક સાથે મુનો કોળી પકડાયોઃ રાજકોટમાંથી ચોર્યાની કબુલાત

ચાલુ માસમાં વાંકાનેર પોલીસે રપ વાહન ચોરીના ભેદ ઉકેલ્યાઃ પી.આઇ. બી.ટી. વાઢીયા તથા ટીમને સફળતા

તસ્વીરમાં પકડાયેલ વાહનચોર (નીચે બેઠેલ) સાથે વાંકાનેર પોલીસનો કાફલો નજરે પડે છે. (તસ્વીરઃ નિલેશ ચંદારાણા-વાંકાનેર)

વાંકાનેર, તા., રરઃ વાંકાનેર પોલીસે ચોરાઉ બાઇક સાથે કોળી શખ્સને ઝડપી લીધા બાદ તેની પુછતાછમાં અન્ય ૪ વાહન ચોરીનો ભેદ ખુલ્યો હતો એ પાંચેય બાઇક રાજકોટમાંથી ઉઠાંતરી કર્યાની કબુલાત આપી હતી.

જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સા.ની સુચના અને મોરબી વિભાગના પો. અધિ. બન્નો જોષીના સુપરવીઝનમાં વાંકાનેર પીઆઇ બી.ટી.વાઢીયા, પો.સબ ઇન્સ. એમ.જે.ધાંધલ તથા પ્રો.પો.સબ ઇન્સ.આર.પી.જાડેજા, પો.હેડ કોન્સ. રાજેન્દ્રસિંહ જાડેજા, પો.કોન્સ. વિરેન્દ્રસિંહ ઝાલા, પો.કોન્સ. હરેશભાઇ આગલ, પો.કોન્સ. અરવિંદભાઇ ઝાપડીયા, પો.કોન્સ. અરવિંદભાઇ ઓળકીયા, પો.કોન્સ. સંજયસિંહ જાડેજા, પો.કોન્સ. મહેશભાઇ વડગામા, તથા પો.કોન્સ. રમેશભાઇ કાનગડ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હકીકત આધારે જીનપરા જકાતનાકા પાસેથી આરોપી મુન્ના બાબુભાઇ રૂદાતલા (કોળી) (ઉ.વ.ર૩) (રહે. તરકીયા, તા.વાંકાનેર) વાળા પાસેથી એક ચોરીનું હિરો સ્પ્લેન્ડર મો.સા. મળી આવતા કિ. રૂ. ર૦,૦૦૦ ગણી કબ્જે કરી આરોપીને ૪૧(૧) ડી મુજબ અટક કરેલ હતો.

આરોપી મુન્નાભાઇ બાબુભાઇ રૂદાતલા (કોળી) (ઉ.વ.ર૩) (તરકીયા, તા. વાંકાનેર) વાળાની પુછપરછ કરતા બીજા ચાર ચોરીના મોટર સાયકલ પોતાની વાડીએ સંતાડેલ હોવાની હકીકત જણાવતા આરોપીને સાથે રાખી તપાસ કરતા ચાર અલગ-અલગ કંપનીના મો.સા. કિ. રૂ. ૯પ,૦૦૦ના મળી આવતા કબ્જે કરેલ છે. ચોરીના પાંચ મો.બા. મળી આવતા બાબતે તપાસ કરતા રાજકોટ શહેર ભકિતનગર પો.સ્ટે. તથા થોરાળા પો.સ્ટે. તથા બી. ડીવીઝન પો. સ્ટે. માંથી ચોરી થયેલના ગુન્હા દાખલ થયેલ હતા જે પાંચેય ગુન્હામાં ચોરાયેલ કુલ પ મો.સા. ના અનડીટેક ગુન્હા શોધી કાઢી કુલ મુદામાલ રૂ. ૧,૧પ,૦૦૦ના મુદામાલ સાથે આરોપીને અટક કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

વાંકાનેર પોલીસે ચાલુ માસમાં અલગ-અલગ પો.સ્ટે.ના અનડીટેક મો.સા. ચોરીના કુલ ૨૫ ગુન્હાઓ ડીટેક કરી કુલ મુદામાલ રૂ. ૬,પ૮,૬૧૦ કબ્જે કરી આરોપીઓને અટક કરેલ છે.

(11:58 am IST)