સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd June 2018

ભાવનગરમાં બેકરીનાં વેપારી પાસે વસ્તુની ઉઘરાણી કરીને ર શખ્સોનો હૂમલો

ભાવનગર તા. ર૧ :.. ભાવનગરમાં બેકરી ધરાવતાં સિંધી વેપારીને બેકરીનાં માલની ઉઘરાણી કરી હૂમલો કરી ઇજા પહોંચાડી બે શખ્સોએ ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

શહેરનાં સરદારનગર વિસ્તારમાં માતંગી મંદિર નજીક રહેતા અને સિંધુનગરમાં સદ્ગુરૂ બેકરી ધરાવતાં કમલેશભાઇ સુરેશભાઇ રાજાઇ ઉ.૪ર એ સિંધુનગરમાં રહેતાં અને ચિત્રામાં બેકરી ધરાવતાં મીલન સીંધી અને પરેશ સિંધી વિરૂધ્ધ એવા મતલની પોલીસ ફરીયાદ નોંધાવી છે કે બન્ને એ અગાઉ પોતે ઓર્ડર ન આપ્યો હોવા છતાં બેકરી આઇટમોનાો માલ મોકલી જેના રૂપિયા ૧૦૬૦૦૦ ની ઉઘરાણી માટે ગાળો આપી, મારમારી, પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયા હતાં. આ અંગે બી. ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:27 am IST)