News of Friday, 22nd June 2018
કચ્છમાં થયું ફલેમિંગોનું આગમન
કચ્છઃ સરહદી કચ્છમાં શિયાળામાં અનેકવિધ યાયાવર પક્ષીઓની સાથે ફલેમિંગોનું આકર્ષણ સોૈને રહે છે. સામાન્ય રીતે ફલેમિંગોનું કચ્છમાં આગમન ચોમાસાના અંતિમ દિવસોમાં થતું હોય છે પરંતુ આ વખતે આશ્ચર્ય સાથે ફલેમિંગોનું આગમન ચોમાસ પહેલાં જ આગોતરું થયું છે. સીમાવર્તી રાપરમાં નંદાસર ગામ પાસે નર્મદાની પાઇપલાઇન પાસે રચાયેલા તળાવમાં ૪૦૦ થી ૫૦૦ ની સંખ્યામાં ફલેમિંગો દેખાયાં હોવાનું ગામલોકોએ જણાવ્યું હતું
(11:23 am IST)