વિંછીયા તાલુકા પંચાયત દ્વારા યોગ દિવસની ઉજવણી
વિંછીયાઃ વિંછીયા તાલુકા પંચાયત દ્વારા આયોજીત શ્રી ઉમિયા શૈક્ષણિક સંકુલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં પ૦૦ વિદ્યાર્થીઓ, તાલુકા પંચાયતના રપ કર્મચારીઓ, વિંછીયા તાલુકાના પ્રાથમિક વિભાગના રપ શિક્ષકો અને ર૦ તાલુકાના આગેવાનો સાથે યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ. વિંછીયા તાલુકા વિકાસ અધિકારી બેલીમભાઇ, પ્રાથમિક શિક્ષણાધિકારી દેસાણીભાઇ, બી.આર.સી. ખલ્યાણીભાઇ, સીઆર.સી. સંજયસિંહ પરમાર, વિંછીયા તાલુકા પંચાયત સભ્યશ્રી કિશોરસિંહ ગોહિલ, વિંછીયા યાર્ડના ચેરમેન કડવાભાઇ જોગરાજીયા, વા.ચેરમેન વશરામભાઇ કોરડીયા, ભાજપના આગેવાન ઉકાભાઇ રબારી, સંસ્થાના પ્રમુખ ભુપતભાઇકેરાળીયા, તથા કેમ્પસ ડાયરેકટર કે. એમ. પટેલ તેમજ શૈક્ષણિક સંસ્થાના આચાર્ય ધર્મેશભાઇ ભુવા, શિક્ષકગણ પ્રતિકભાઇ રોજાસરા, સુભાષભાઇ દેવાણી, મામૈયાભાઇ સુસરા, હરેશભાઇ રાજપરા, ચંદુભાઇ જાંબુકિયા, કિરીટભાઇ કેરાળીયા, ભાવેશભાઇ જાદવ, લાલજીભાઇ ભટાસણા, સંજયભાઇ વાઘેલા, વિજયભાઇ ગોસાઇ, દિપીકાબેન ગોસાઇ, વૈશાલીબેન દલસાણિયા, રવિનાબેન દલસાણિયા, સુનિતાબેન બાવળીયાની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ. આભારવિધી પી.ટી. શિક્ષક શ્રી માધવભાઇ મીઠાપરાએ કરી હતી. તસ્વીરમાં યોગમાં જોડાયેલ વિદ્યાર્થીઓ નજરે પડે છે.