સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd June 2018

પ્રમુખ તરીકે ભાજપના ગભરૂભાઇ લાલુ અને ઉપપ્રમુખ તરીકે હર્ષાબેન સરેણાની બિનહરીફ વરણી

મેંદરડાઃ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભારે ગરમાવો : કોર્ટ જજમેન્ટ ન આવે ત્યાં સુધી પ્રમુખ-ઉપપ્રમુખ કાયદેસર જાહેર ન કરવા

મેંદરડા તા.૨૨: તાલુકા પંચાયતના સભાખંડમાં તા. ૨૦-૬-૨૦૧૮ના રોજ બપોરે ૧ વાગ્યે તા. ૫ ની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવેલ આ ચૂંટણી ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત અધિકારી શ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ પ્રમુખ તરીકે ગભરૂભાઇ રાઠોડભાઇ લાલુ તથા ઉપપ્રમુખ હર્ષાબેન હરસુખભાઇ સરેણાની બનીહરીફ વરણી કરવામાં આવેલ હાજર સંખ્યા સદસ્યશ્રી તા.પ. ભારતીય જનતા પાર્ટીના ૭ સભ્ય હાજર રહયા હતા તેમજ થોડા સમય પેલા સસ્પેન્ડ થયેલ બે સભ્ય પૈકી ૭ સભ્ય હાઇકોર્ટમાંથી હુકમ લવાયેલ હુકમમાં જાણવા મળ્યા મુજબ ચૂંટણી અધિકારી વાંચન હાથ ધરેલ ચૂંટણી અધિકારીશ્રીએ જણાવેલ કે કોંગ્રેસ પક્ષના સાત સભ્ય ને હાઇકોર્ટે ચૂંટણી પ્રક્રિયામાં ઉપરથી રહેવા આદેશ કરેલ અને કોર્ટમેટર હોય પ્રમુખ-ઉપપ્રમુખ બીનહરીફ થતા કોર્ટ આદેશ અનુસાર જજમેન્ટ આવે ત્યારસુધી પ્રમુખ-ઉપપ્રમુખ ને કાયદેસર જાહેર ન કરવા જણાવામાં આવતા હાજર સભ્યો અને ચૂંટણી અધ્યક્ષ આ સભામાં વાંચન કરી ચૂંટણી પ્રક્રિયા પુર્ણ જાહેર કરેલ.

કોંગ્રેસ પક્ષના સાત સભ્યને હાઇકોર્ટ માંથી સ્ટે ઓર્ડર મળતા અનુસાર જજમેન્ટ આવે ત્યારસુધી પ્રમુખ-ઉપપ્રમુખને કાયદેસર જાહેર ન કરવામાં જણાવવામાં આવેલ જીલ્લા કોંગ્રેસ મહામંત્રી શ્રી ધીરૂભાઇ કુંભાણી તથા કો. મંત્રી પાનસુરીયા વીનુભાઇ ખુટ તેમજ ધીરૂભાઇ કુભાણીએ ધારાસભ્યશ્રી જવાહરભાઇ ચાવડાને માર્ગદર્શન પુરૂ પાડયું હતું.

(11:22 am IST)