સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 23rd May 2019

બાઈક પાછળ મારણ બાંધીને સિંહને દોડાવી પજવણી મામલે ચાર આરોપીની ધરપકડ; ત્રણ જેલ હવાલે :સગીરને જમીન

 

અમરેલી જિલ્લામાં રક્ષિત જંગલ વિસ્તાર અને રેવન્યુ એરિયામાં વસવાટ કરતા સિંહોની પજવણી અને ગેરકાયદેસર લાયન શો કરતા લોકો સામે અમરેલી સામાજીક વનીકરણ વિભાગે સંકજો સજ્યો છે.ગત મે 14મી તારીખે અમરેલી જિલ્લાનાં લાઠી તાલુકાનાં લુવારીયા ગામ પાસે આવેલી લુવાડીયા વિડી વિસ્તારમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયામાં એવુ જણાતું હતુ કે, એક વ્યક્તિ તેના બાઇક પાછળ મૃત પશુને બાંધીને બાઇક ચલાવે છે અને બાઇક પાછળ સિંહ પણ આવે છે

  સિંહની પજવણી મામલે અત્યાર સુધીમાં અમે કેસમાં ચાર આરોપીની ધકપકડ કરી છે જેમાં એક સગીર છે. કિસ્સામાં વન વિભાગનો એક ટ્રેકર મેરામણ ઝાપડા પણ સામેલ છે. ટ્રેકર બાઇક સાથે મૃત પશુને બાંધીને ગેરકાયદેસર લાયન શો કરાવતો હતો તેવી વિગતો પ્રાથમિક તપાસમાં બહાર આવી છે. વન વિભાગ દ્વારા આરોપીઓ સામે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ (1972)ની સેક્શન 9 પ્રમાણે ગુનો નોંધવામાં આવ્યો છે. ગુનો વન્યપ્રાણીનાં શિકાર કરવાનો છે. પકડાયેલા ચાર આરોપીને મંગળવારે લાઠી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ચાર આરોપી પૈકી  ટ્રેકરને જામીન આપ્યા છે જ્યારે ત્રણ આરોપીને જામીન આપ્યા નથી. જેમને જામીન નથી મળ્યા તેમાં એક સગીર આરોપીને રાજકોટ ખાતે આવેલા જુવેનાઇલ હોમમાં મોકલી આપવામાં આવ્યો છે અને બે આરોપીને અમરેલી જેલમાં મોકલવામાં આવ્યા છે,” વન વિભાગનાં એક અધિકારીએ ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યું.સુત્રોનાં જણાવ્યા મુજબ, આરોપીઓમાં કેટલાક આરોપીઓ લુવારીયા ગામનાં છે અને રાજકોટ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપનીમાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે કામ કરે છે.

(11:24 pm IST)