સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 22nd May 2019

મોરબીના વિસીપરામાં બે જુથ વચ્ચે મારામારીઃ પોલીસમાં સામસામી ફરીયાદ

મોરબી, તા.૨૨: મોરબીના વિસીપરા વિસ્તારમાં બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ થતા પોલીસમાં સામસામી ફરીયાદ થઇ છે. મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતા દિનેશભાઈ મોહનભાઈ સાગઠીયાએ ફરિયાદ નોંધાવી છે કે તે પોતાના ઘર પાસે ઉભેલ હોય દરમિયન આરોપી જયેશ જયંતીભાઈ રાઠોડ અને ભાવેશ રમેશભાઈ રાઠોડબંને શેરીમાં ગાળો બોલતા હોય જે ફરિયાદી દિનેશભાઈએ ગાળો બોલવાનીના પાડતા આરોપીઓને સારું નહિ લાગતા આરોપી જયેશ રાઠોડે છરી બતાવી તથા આરોપી ભાવેશ રાઠોડે ફરિયાદ દિનેશભાઈને જમણા હાથમાં લોખંડના ધોકા વડે માર મારી ઈજા પહોચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે  સામાપક્ષે દીપક દિલીપભાઈ રાઠોડે ફરિયાદ નોંધાવી છે કે તેના બહેન જયોતિને આરોપી કાળું પ્રેમજીભાઈ સાગઠીયા, સંજય પ્રેમજીભાઈ સાગઠીયા, દિનેશ મોહનભાઈ સાગઠીયા અને પ્રાગજી સાગઠીયાએ ખરાબ નજરે જોઈ તેમજ આરોપી કાળું પ્રેમજીભાઈ સાગઠીયાએ ફરિયાદી દીપકભાઈ રાઠોડની બહેનનો જોરથી હાથ પકડી ખેચતા આ બાબતે ફરિયાદી દીપકભાઈ સમજાવવા જતા આરોપીઓ કાળું પ્રેમજીભાઈ સાગઠીયા, સંજય પ્રેમજીભાઈ સાગઠીયા, દિનેશ મોહનભાઈ સાગઠીયા, પ્રાગજીભાઈ સાગઠીયા, મણીલાલ પ્રાગજીભાઈ સાગઠીયા, રવજીભાઈ સાગઠીયા, પ્રકાશ અમુભાઈ સાગઠીયા અને પ્રવીણ ટપુભાઈ સાગઠીયાએ ઉશ્કારેરાઈ જઈને લોખંડના પાઈપ, છરી જેવા હથિયારો ધારણ કરી એક સંપ કરીનેઙ્ગ ગાળો આપી તથા આરોપી કાળું પ્રેમજીભાઈ સાગઠીયાએ કપાળના ભાગે છરી ,અરી ઈજા કરી તથા સંજય સાગઠીયા, દિનેશભાઈ સાગઠીયા, મણીલાલ સાગઠીયા અને રવજી સાગઠીયાએ લોખંડના પાઈપથી માર મારી ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરીછે.

(4:01 pm IST)