સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 22nd May 2019

વિરપુર (જલારામ) બસ સ્ટેન્ડ સામે પવનચક્કીવાળા ટ્રકથી ટ્રાફીકજામ

વિરપુર (જલારામ): જેતપુર નેશનલ હાઈવે પર સવારે પવનચક્કીની વિશાળ પાંખો ભરીને જઈ રહેલ ટેલર ટ્રકના ચાલકની થોડી એવી ગફલતથી ટ્રક બેકાબૂ બનતા વિરપુરના બસ સ્ટેન્ડ પાસે હાઈવે પર ટેલરે રસ્તા પરના જાહેરાતોના હોર્ડિંગ બોર્ડ અને તેમની નીચે આવેલ બે ત્રણ કેબીનોને હડફેટે લીધી જેમને કારણે કેબીનોને નુકશાન થવા પામ્યું હતું. તો બીજી આ અકસ્માતમાં ટેલર ટ્રક પલ્ટી મારીને અટકી જતા મોટી દુર્ઘટના ટળી હતી. પરંતુ ટેલર ટ્રકમાં પવન ચક્કીની વિશાળ પાંખો હોય અને ટ્રક પલ્ટી મારી ગયો ટ્રકમાંની પાંખો આખા રસ્તા પર ફેલાઈ જતા નેશનલ હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં. જેમને લઈને રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારીઓ અને વિરપુર પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને હાઈવેને વનવે કરીને ટ્રાફિક રાબેતા મુજબ કરાવ્યો હતો.(તસ્વીર.અહેવાલઃ કિશન મોરબીયા.વીરપુર

(1:25 pm IST)