સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 22nd May 2019

કચ્છથી પોરબંદર દરિયામાં ડ્રગ્સ સહિત વધુ ૩ કન્સાઇમેન્ટ ?

દેશહિત માટે દરિયાકાંઠા ઉપર નજર રાખતા ડેન્જર અને ચાર્લીના સર્વેમાં શંકાસ્પદ હિલચાલના સમયાંતરે ઇશારા બાદ અત્યાર સુધી ડ્રગ્સના ૩ કન્સાઇમેન્ટ ઝડપી લેવામાં સફળતા

પોરબંદર તા.૨૨: કચ્છના જખૌ દરિયાઇ આંતરરાષ્ટ્રીય જળસીમામાં કોસ્ટગાર્ડેને ૬૦૦ કરોડના ડ્રગ્સ સાથેની બોટને ૬ પાકિસ્તાની સહિત ૧૧ને પકડી પાડવામાં સફળતા મળી છે ત્યારે હજુ કચ્છથી પોરબંદર તરફ દરિયામાં ડ્રગ્સ સહિત વધુ ૩ કન્સાઇમેન્ટનો ઇશારો હોવાની ચર્ચા થઇ રહી છે.

દેશ હિત માટે દરિયાકાંઠા ઉપર નજર રાખતા પોરબંદરના ડેન્જર અને ચાર્લી તેમજ જામનગરના રોબર્ટ અને રોઝીના સર્વેમાં કુલ ૬ કન્સાઇમેન્ટનો ઇશારો કરીને સુરક્ષા મજબૂત બનાવવાની જરૂર દર્શાવી હતી. આ ઇશારા બાદ અત્યાર સુધી ડ્રગ્સના ૩ કન્સાઇમેન્ટ પકડી પાડવામાં સુરક્ષા એજન્સીઓને સફળતા મળી છે.

કચ્છ અને પોરબંદર દરિયામાં અત્યાર સુધીમાં ૪૫૦૦ કરોડના હેરોઇન ત્યારબાદ નશીલા પાવડર અને કચ્છ જખૌમાં ગઇકાલે ત્રીજુ કન્સાઇમેન્ટ પકડી લેવામાં આવેલ છે.

જખૌ દરિયામાં ૬૦૦ કરોડના ડ્રગ્સ ઝડપાયાના થોડા દિવસ પહેલા પોરબંદરમાં ખાનગી રાહે દરિયાકાંઠા ઉપર હિલચાલ અને સુરક્ષા મજબૂત બનાવવા ખાનગીરાહે તપાસ થયાંની ચર્ચા છે ચોમાસાની આગમન પૂર્વે દરિયો રફ બનાવાની શરૂઆત થાય છે આ સ્થિતિનો લાભ લઇને કન્સાઇમેન્ટ પાર પાડવા માટે દેશદ્રોહી તત્વો પ્રયત્ન કરે છે પોરબંદર દરિયો નાકોર્ટીક હબ તરીકે  ઉભરી રહ્યાની ચર્ચા છે. જેથી સુરક્ષા વધુ મજબુત બનાવવી જરૂરી બની છે દેશદ્રોહી પ્રવૃતિમાં સ્થાનિક બીલ્ડર લોબી તેમજ રાજકીય મોટામાંથા તરફ શંકા નકારી શકાય નહી. નશીલા પદાર્થ અંગે યુ.પી તરફ શંકા દર્શાવાઇ રહી છે.

યુવાધનને નબળુ બનાવવા દેશમાં ડ્રગ્સ ઠાલવવા પ્રયત્નો થઇ રહેલ છે મોટા શહેરોની કોલેજના યુવક-યુવતી સુધી આ ચેપ પહોંચી રહ્યા છે.

પશ્ચિમ ગલ્ફ પાસે ચાંચ બંદરેથી કન્સાઇમેન્ટની હિલાચાલ તેમજ અફઘાનિસ્તાન અને કરાંચી વચ્ચે ગ્વાદર બંદર નજીક કન્સાઇમેન્ટની ફેરબદલીની ચર્ચા છે.

રાજકીય અંદરો અંદરના કલેહ અને હુસાતુસીને કારણે દેશદ્રોહી પ્રવૃતિ વધતી ચાલી છે. ૧૯૫૬થી પોરબંદરનો દરિયાકાંઠો સવેદનશીવ  છે ૧૯૯૨માં પોરબંદર કાંઠે આરડીએકસ અને હથિયાર લેન્ડીંગનો પર્દાફાશ થયો હતો. ૧૯૬૫થી ૧૯૮૪-૮૫ સુધી સુભાષનગર કુછન જાવર કાંટેલા વિસાવાડા, મૂળ દ્વારકા અને મીયાણી કાંઠા ચર્ચામાં રહ્યા છે દાણચોરીથી સોનુ અને ચાંદી આવવાનું શરૂ થયેલ.

નાવેદ્વા કાંઠે કુખ્યાત મમુમિયાનું હથિયાર અને ચાંદીનું લેન્ડીંગ પકડાયેલ અને પોરબંદરના દરિયાઇ કાંઠા ઉપર ભુતકાળમાં ગોવિન્દ ટી.ટી.સતાર મૌલાના વગેરે નામ તે સમયે કસ્ટમ ચોપડે ચમકતા થયા હતા.

(1:22 pm IST)