સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 22nd May 2019

ભાવનગરના મતદારોનું મૌન કોને ફળશે અને કોને નડશે? ૧૯૯૧ થી ભાજપ જીતે છે!

મતગણના માટે વિધાનસભા વાઇઝ ૭ રૂમો તૈયારઃ ચિઠ્ઠી કાઢી ૩પ બુથના મત VVPAT સાથે સરખાવાશેઃ ૪ર૦ કર્મચારીઓને તાલીમ અપાઇ

 ભાવનગર તા. રર :.. લોકસભાની સામાન્ય ચૂંટણી ગત તા. ર૩ એપ્રિલે યોજાય હતી અને એક માસ બાદ એટલે કે હવે ર૩ મીને ગુરૂવારે મતગણતરી હાથ ધરવામાં આવશે. ભારતના ચૂંટણી પંચે દેશમાં સાત તબકકામાં ચૂંટણીનું આયોજન કર્યુ હતું અને તમામ બેઠકની મતગણતરી એક જ દિવસે રાખવામાં આવી છે. મતગણતરી આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે તેથી ભાવનગરની લોકસભા બેઠક પર કમળ ખીલશે કે પંજો?, લોકસભાની ચૂંટણીમાં પરિવર્તન થશે કે પુનરાવર્તન ? તેવા સવાલો લોકોમાં ચર્ચાય રહ્યા છે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ હાલ જીતના દાવા કરે છે ત્યારે મતદારો કોને જીતાડશે અને કોને હરાવશે ? તે પણ મોટો પ્રશ્ન છે. ચૂંટણી પૂર્ણ થઇ ગયા બાદ રાજકીય પક્ષોને હાર-જીતનો થોડો અંદાજો આવી જતો હોય છે પરંતુ ચાલુ ચૂંટણીમાં રાજકીય પક્ષો માટે મતદાનને કળવા મુશ્કેલ બન્યા હોય તેમ જણાય રહ્યું છે. મતદારોનું મૌન કોને ફળશે અને કોને નડશે? તે પણ જોવું રહ્યું. ભાવનગરની લોકસભાની બેઠક ભાજપ ગત વર્ષ ૧૯૯૧ થી જીતતુ રહયુ છે તેથી આ બેઠકને ભાજપ ગઢ પોતાનો ગઢ માને છે પરંતુ કોંગ્રેસ પણ લોકસભાની ચૂંટણી જીતવા એડીચોટીનું  જોર લગાવ્યુ છે ત્યારે પરિણામે શુ આવે છે ? તેની રાહ જોવી જ રહી.

ભાવનગર લોકસભાની સામાન્ય ચૂંટણીની મતગણતરી જયારે ૧ દિવસ બાકી રહ્યો હોય ત્યારે ભાવનગરમાં ચૂંટણી વિભાગ દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. મતગણતરી માટેના રૂમ તૈયાર થઇ ગયા છે. એક રૂમમાં ૧૪ ટેબલ રાખવામાં આવ્યા છે.

ભાવનગર લોકસભાની સામાન્ય ચૂંટણીની મતગણરી તા. ર૩ મે એ ૮ કલાકે ભાવનગર શહેરમાં આવેલ વિદ્યાનગરની એન્જીનીયરીંગ કોલેજમાં કરવામાં આવશે. ફકત હવે એક દિવસ બાકી હોય તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ છે. મતગણતરી માટે રૂમ તૈયાર થઇ ગયા છે. દરેક રૂમમાં ૧૪ ટેબલ રહેશે. એક વિધાનસભા બેઠક પર આશરે ૧પ૦ કર્મચારીઓ ફરજ બજાવશે. દરેક રાઉન્ડ મુજબ મતગણતરી કરવામાં આવશે મતદાન મથક મુજબ જુદા જુદા વિધાનસભામાં અલગ-અલગ રાઉન્ડ રહેશે એક રાઉન્ડ પુરા થયા બાદ અન્ય રાઉન્ડની મતગણતરી શરૂ કરવામાં આવશે મતગણતરી માટે ૪ર૦ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે. દરેક રૂમમાં જાળી ફીટ કરવામાં આવી છે. એટલે મતગણતરી માટે ૪ર૦ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે. દરેક રૂમમાં જાળી ફીટ કરવામાં આવી છે. એટલે પુરેપુરી સેફટી રહી શકે ભાવનગર લોકસભાની ચૂંટણીની મતગણતરી ૭ વિધાનસભા બેઠક હેઠળ થશે. જેમાં ભાવનગર પૂર્વ, પશ્ચિમ, ગ્રામ્ય, તળાજા, પાલીતાણા, બોટાદ અને ગઢડાનો સમાવેશ થાય છે. ૭ વિધાનસભા બેઠક હેઠળ મતગણતરી હોવાથી દરેક વિધાનસભાના અલગ-અલગ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે.

લોકસભા સામાન્ય ચૂંટણીની મતગણતરી તા. ર૩ ને ગુરૂવારએ યોજનાર છે ઇવીએમથી મતગણતરી કરવાની હોવાની ઇવીએમ સાથે કેટલાક વીવીપેટના મત ગણવામાં આવશે. આ બંને મતની સરખામણી કરવામાં આવશે.

આગામી ગુરૂવારે યોજાનારી મતગણતરીમાં પ્રથમવાર વિધાનસભાના પ મતદાન મથકના વીવીપેટના મત અને  ઇવીએમના મતની ગણતરી કરવામાં આવશે. ભાવનગર લોકસભા બેઠકમાં ૭ વિધાનસભાનો સમાવેશ થાય છે. એક વિધાનસભાના પ એટલે ૭ વિધાનસભાના કુલ ૩પ મતદાન બુથના વીવીપેટ ગણાશે. પહેલા ઇવીએમની ગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ દરેક વિધાનસભામાં ૧ બોક્ષમાં ચીઠ્ઠી નાખી પ ચીઠ્ઠી નાખી પ ચીઠ્ઠી ખેંચવામાં આવશે ચીઠ્ઠીમાં જે બુથ લખ્યુ હશે તેના વીવીપેટના મતગણવામાં આવશે ઇવીએમની સાથે વીવીપેટના મતની સરખામણી કરવામાં આવશે.

લોકસભાની સામાન્ય ચૂંટણી માટે તા. ર૩ મીના રોજ મતગણતરી યોજનાર છે તેના માટેની તૈયારીઓનો ધમધમાટ ચૂંટણી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ છે. મતગણતરી કરનાર કર્મચારીઓને આવતીકાલે ખાસ તાલીમ આપવામાં આવશે. જેમાં દરેક વિધાનસભાના કર્મચારીઓ હાજર રહેશે. મતગણતરી દરમિયાન આશરે ૧ર૦૦ અધિકારી કર્મચારીઓ ફરજ બજાવશે. અને સાત વિધાનસભા બેઠક હેઠળ મતગણતરી થશે.

આગામી ર૩ તારીખે ભાવનગર લોકસભાની સામાન્ય ચૂંટણી માટેની ગણતરી સવારે ૮ કલાકે હાથ ધરવામાં આવશે. આ મતગણતરી આડે હવે બે દિવસ બાકી હોય ચૂંટણી પંચના આદેશ અનુસાર સ્થાનીક ચૂંટણી પંચના વિભાગે તૈયારી હાથ ધરી છે. આવતીકાલે ૩ વાગે યશવંતરાય નાટય ગૃહ ખાતે આશરે ૪ર૦ કર્મચારીઓને મતગણતરીની તાલીમ આપવામાં આવશે. જેમાં ૧૪૦ સુપરવાઇઝર ર૮૦ મદદનીશ કર્મચારીઓનો સમાવેશ થાય છે. મતગણતરી નિયમ મુજબ કઇ રીતે કરવી અને શું ધ્યાન રાખવું ? સહિતની ઝીણવટભરી માહિતી તાલીમ દરમિયાન આપવામાં આવશે. ચૂંટણીની મતગણતરીમાં આશરે ૧ર૦૦ અધિકારી કર્મચારીઓ ફરજ બજાવશે જેમાં સુપરવાઇઝર, મદદનીશ, પટ્ટાવાળા, આનુશાંગીક વગેરેનો સમાવેશ થાય છે.

(11:47 am IST)