સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 22nd May 2019

નરેન્દ્ર મોદી આગે બઢો... અક્ષર તુમ્હારે સાથ હૈ.. ઔર રાહુલ ભૈયા તુમભી, રાજનાથસિંહ, મમતા બેનરજી, ચંદ્રબાબુ તુમભી કિસ્મત અજમાલો...

ભારતમાં જેટલા વડાપ્રધાન થયા તેમના નામના અક્ષરમાં અંગ્રેજી 'R' મતલબ કે ગુજરાતી 'ર' શબ્દ તો રહ્યો જ છે

પ્રભાસ-પાટણ : માનો યા ન માનો પણ ભારતમાં આ જ દિ' સુધી જેટલાયે વડાપ્રધાન થયા છે તેટલા તમામના નામના અક્ષરમાં અંગ્રેજી 'આર' એટલે કે ગુજરાત 'ર' શબ્દો રહ્યા જ છે.

 

ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ, ગુલઝારી લાલનંદા, લાલબહાદુર શાસ્ત્રી, ચૌધરી ચરણસિંહ, આઇ.કે. ગુજરાલ, અટલ બિહારી બાજપાઇ, ઇન્દીરા ગાંધી, રાજીવ ગાંધી, મોરારજી દેસાઇ, ચંદ્રશેખર , પી.વી. નરસિંહ રાવ, ડો. મનમોહનસીંગ, વી.પી. સિંહ આ નામો અંગ્રેજીમાં લખાય ત્યારે 'આર' કેટલાકના તો ગુજરાતીમાં લખાય તો પણ 'ર' શબ્દ આવે જ છે. હવે તમને કેટલાક નામો વિષે વિચાર થાય એ પણ સ્વાભાવિક છે. પરંતુ વિશ્વનાથ પ્રતાપસિંગમાં અંગ્રેજીમાં પ્રતાપ લખવા માટે 'આર' શબ્દનો ઉપયોગ કરવો પડે તેવી જ રીતે મનમોહન સિંહનું જયારે સન્માનનીય રીતે તેમનું નામ લખાય છે, ત્યારે ડોકટર મનમોહનસિંહ આમ આગળ ડોકટરનો 'આર' 'ર' આવે જ છે તો એચ.ડી. દેવગોડા જેઓ વડાપ્રધાન બિરાજી ચૂકેલ હતાં તેમનું આખું નામ હરદનઅલ્લી ડોડેગોવડા જે આખા નામાં અંગ્રેજી 'આર' કે ગુજરાતી 'ર' આવે છે તો ચંન્દ્રશેખરમાં તો સ્પષ્ટ રીતે અંગ્રેજી ગુજરાતીમાં 'ર' આવે જ છે તો ગત લોકસભા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નામ અંગ્રેજીમાં લખો તો 'આર' ગુજરાતીમાં 'ર' આવે છે માટે આ લોકસભામાં નામમાં 'આર' આવતો હોઇ વિજેતા થયા હોય તો કિસ્મત અજમાવવા જેવો ખરૃં.

(11:45 am IST)