સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 22nd May 2019

ઉનામાં ગેરકાયદે ૧૦ ટન રેતી ભરેલા ર ટ્રેકટર ટ્રોલી ઝડપાયા :કુલ ૫ લાખનો મુદામાલ

ઉના તા ૨૨  :   પોલીસે ગેરકાયદેસર ટ્રેકટરમાં નદીની ખનીજચોરી કરી લઇ જતા બે ટ્રેકટર ટ્રોલી સાથે ૧૦ ટન રેતી મળી કુલ પાંચ લાખ રૂપીયાના મુદામાલ સાથે ર આરોપીઓને પકડી પાડયા હતા.

તાલુકામાં ખનીજચોરોને નાથવા માટે પોલીસ ઇન્સ્પેકટર દિલીપસિંહ ગોહીલની સુચનાથી એ.એસ.આઇ. ધાંધલ તથા સ્ટાફે ઉના-ઉમેજરોડ ઉપર નિકળેલ ટ્રેકટર નંબર જીજે-૧૧એએસ ૨૮૨૯ તથા ટ્રોલી અને રેતી ભરેલ હતી, તેમાં ચાલક રમેશભાઇ ભીમાભાઇ સોલંકી રે. કાણકબરડા તથા ટ્રેકટર નંબર જીજે-૧૪ડી-૪૭૦ નાચાલક રમેશભાઇ જીણાભાઇ રે. કાણક બરડા વાળાને રોકી ટ્રોલીમાં ભરેલ રેતીની પરમીટ માંગતા, ન બતાવતા સરકારી નદીમાંથી ગેરકાયદેસર ખન્ન કરી  ૧૦ ટન રેતી સાથે ટ્રેકટર મળી રૂા ૨ લાખ ર હજાર ૩૦૦ ના મુદામાલ સાથે પકડી ખનીજ ચોરીનો ગુનો દાખલ કરી ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી ખાણખનીજ વિભાગને જાણ કરી હતી.

(11:45 am IST)