સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 22nd May 2019

જૂનાગઢ મતગણતરી કેન્દ્ર ખાતે વાહનોના પાર્કીગ પોઇન્ટ

જૂનાગઢ, તા.૨૨: લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ માટે મતગણતરી કૃષિ યુનિવર્સિટી એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી કોલેજ જૂનાગઢ ખાતે યોજાનાર છે. મતગણતરી કેન્દ્ર  ખાતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વાહનોના પાર્કીંગ માટે સ્થળ નકકી કરવામાં આવ્યા છે. જેમાં ઓબ્ઝર્વર, જિલ્લા ચૂંટણી અધિકારીઅને કલેકટરશ્રી, ગીર સોમનાથ, જિલ્લા વિકાસ અધિકારિશ્રી,જૂનાગઢ/ગીર સોમનાથ, તમામ મદદનીશ ચૂંટણી અધિકારીઓ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, જૂનાગઢ/ગીર સોમનાથના વાહનોનું પાર્કીંગ કાઉન્ટીંગ સ્થળની બાજુમાં આવેલ પોલીટેકનીક ઈન એગ્રો બીઝનેશની  બિલ્ડીંગના ગ્રાઉન્ડમાં કરવાનું રહેશે. તે સિવાયના તમામ મતગણરી માટે નિમણૂંક પામેલા અધિકારી/કર્મચારીઓએ તથા નિયુકત થયેલ તમામ એજન્સીના વાહનોનું પાર્કીંગ ઓડીટોરીયમની બાજુમાં ભોજનાલયના ગ્રાઉન્ડમાં કરવાનું રહેશે. જયારે ઉમેદવારો તથા તેમના ચૂંટણી એજન્ટોના વાહનો તથા પ્રેસ મીડીયાના વાહનોનું એગ્રીકલ્ચરલ સ્પોર્ટસ ગ્રાઉન્ડમાં પાર્કીંગ કરવાનું જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

(11:44 am IST)