સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 22nd May 2019

પોરબંદર જિલ્લામાં ખેડુતોને સમયસર અને ગુણવતતાવાળુ બિયારણ આપવા રજુઆત

પોરબંદર તા ૨૨  :  કિશાન સંઘ દ્વારા કલેકટર અને કૃષીમંત્રીને રજુઆતમાં ચોમાસુ મોસમ નજીક આવી રહી છે, તેથી પોરબંદર જીલ્લાના ખેડુતોને સારી ગુણવત્તા, પ્રમાણીત મગફળીનું બીયારણ, કપાસ, કઠોળ, અનાજના બીયારણો સમયસર, વ્યાજબી ભાવે, ઉત્તમ ગણવતાસભર, સરળતાથી ખાત્રીબંધ રીતે મળી રહે તેવું આયોજન રાજય સરકાર દ્વારા કરવામાં આવે તેવી માગણી કરેલ છે.

જયાં સુધી ખેડુતોને સારી ગુણવતા અને ખાત્રીબંધ બીયારણો ઉપલબ્ધ નહીં થાય ત્યાં સુધી તેની આર્થીક હાલત સુધરવાની નથી, ખેતી કાર્યમાં મુખ્ય બાબત સારા, શુધ્ધ, પ્રમાણીત અને ખાત્રીબંધ બીયારણની હોય છે. નકલી અને ભેળસેળયુકત બીયારણો ખેડુતોને નુકશાન કરે છે. પોરબંદર જીલ્લામાં બીયારણો, રાસાયણીક ખાતરોમાં જંતુનાશક દવાઓમાં ભેળસેળ ના થાય, કાળા બજાર ના થાય અને પ્રમાણીત વજન અને ભાવ રહે તેમ રજુઆતમાં જણાવ્યું છે.

(11:43 am IST)