સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 22nd May 2019

જામજોધપુરનાં ચુર ગામમાં ખાનગી પવન ચક્કીના કારણે રાષ્ટ્રીય પક્ષી મોરનો નાશ?

જામજોધપુર તા. રર :.. તાલુકાના ચુર ગામે આવેલ ચુરી માતાના મંદિર પાસે ખાનગી કંપની ની પવન ચક્કીનું કામ હાલ ચાલી રહ્યું છે. જેમને કારણે આસપાસ વૃક્ષોનું નિંકદન થઇ રહ્યુ હોય વન્ય પ્રાણી જીવ સૃષ્ટિનો નાશ થઇ રહ્યો છે. રાષ્ટ્રીય પક્ષી મોર કે જે અહી મોરના ૧૦૦૦ જેટલી વસ્તી છે જેમ મોર મરી રહ્યા છે તો આ અંગે યોગ્ય તપાસ કરી ત્યાંની આજૂબાજૂના નિવેદન  લઇ તપાસ કરવા જામજોધપર વન વિભાગ તેમજ કલેકટરને જામજોધપુરના યુવા ભાજપ પ્રમુખ  તેમજ નગરપાલિકા પ્રમુખ પતિદેવ દિવ્યેશભાઇ ભીખાભાઇ જાવીયાએ રજૂઆત કરી છે ત્યારે આ અંગે ચુર પંથકના નાગરીકો દ્વારા લેખીત તેમજ મૌખિક રજૂઆત થઇ હતી. પણ કોઇપણ જાતની તપાસ થઇ ન હતી. ત્યારે જામજોધપુરના ભાજપ આગળ તેમજ શહેરના પ્રથમ નાગરીકના પતિદેવ દ્વારા આ અંગે ઉચ્ચકક્ષાએ લેખીત રજૂઆત કરી છે. ત્યારે આ અંગે તપાસ થશે. કે અન્ય રજૂઆતની જેમ આથી રજૂઆતને ટાઇ-ટાઇ ફીસ થઇ જાશે.

(11:37 am IST)