સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd May 2018

બૉલીવુડ અભિનેતા ગોવિંદા સોમનાથ મહાદેવના દર્શને :પુત્રી ટીના આહુજા સાથે પૂજા કરી અને દૂધનો અભિષેક કર્યો :ચાહકોના ટોળા ઉમટ્યા

જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં દર્શને હજારો ભાવિકોની સાથે રાજનેતાઓ અને અનેક સેલિબ્રિટીઓ આવતી હોય છે ત્યારે આજે બોલિવુડ અભિનેતા ગોવિંદા સોમનાથ મહાદેવના દર્શને આવ્યો હતો

   બોલિવુડનાં મોજીલા અભિનેતા ગોવિંદા તેમની પુત્રી ટીના આહુજા સાથે સોમનાથ મહાદેવનાં મંદિરા આવ્યા હતા. ગોવિંદાએ સોમનાથમાં દૂધનો અભિષેક કરીને આશિર્વાદ મેળવ્યા હતા. ગોવિંદા અને તેમની પુત્રીએ સાથે મહાદેવની પૂજા કરી હતી.

   ડાન્સિંગ સ્ટાર ગોવિંદા સોમનાથ મહાદેવનાં મંદિરે આવી પહોંચતા જ તેના ચાહકોનાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ગોવિંદાએ પૂજા અર્ચના કરી મંદિર પરિસરની મુલાકાત લીધી હતી

(12:34 am IST)