સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd May 2018

થાનગઢમાં લૂંટના ગુન્હામાં વોન્ટેડ સુરેશ દેશી પીસ્તોલ સાથે પકડાયો

વઢવાણઃ થાનગઢ પોલીસ સ્ટેશનમાં ગત તા.૧૨મીએ બનેલ લૂંટના ગુન્હામાં નાસતો ફરતો સુરેશ ભગુભાઇ દેશી પિસ્તોલ કિંમત રૂ.૨૦,૦૦૦/ સાથે પકડી પાડી પુછતાછ કરતા ગુન્હામાં વાપરેલ હથિયાર પોતાના ત્યાં ખેત મજૂરી કરવા આવેલ છોટા ઉદેપુરના શંકર આદિવાસી સાથે પાંચ-છ મહિના પહેલા રૂ.૨પ,૦૦૦/ માં મંગાવેલાની કબુલાત પણ કરેલ છે. શખ્સે કોઇ પાસેથી ધાક-ધમકી આપીને રૂપિયા પડાવેલ છે કે કેમ? ભૂતકાળમાં અન્ય કોઇ ગુનામાં વોન્ટેડ છે કે કેમ? પકડાયેલ હથિયારથી અન્ય કોઇ ગુન્હાઓ આચરેલ છે કે કેમ? અન્ય કોઇ આરોપીઓ સંડોવાયેલ છે કે કેમ? ઉપરાંત પકડાયેલા આરોપીઓની કોઇ ગેંગ થાનગઢ વિસ્તારમાં કાર્યરત છે કે કેમ? તે બાબતે વધુ પુછપરછ હાથ ધરી, પોલીસ રિમાન્ડ મેળવવા, લીંબડી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, થાનગઢ પોલીસ ઇન્સ્પેકટર દિપક ઢોલ, પો.સબ ઇન્સ. એમ.આર.પલાસ તથા સ્ટાફ દ્વારા તપાસ આગળ ધપાવાઇ છે. (તસ્વીર-અહેવાલઃ ફઝલ ચૌહાણ, વઢવાણ)(૨૩.૯)

(12:53 pm IST)