સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd May 2018

પ્રભાસ પાટણની સાઇન કોલોનીમાં પીવાના પાણીની પાઇપ લાઇન તૂટી

પ્રભાસ પાટણ તા.રરઃ પ્રભાસ પાટણમાં સાઇન કોલોનીમાં ખોદકામ કરતા પીવાનાં પાણીનો પાઇપ તોડી નાખેલ છે જેથી પીવાનાં પાણીનો જોરદાર બગાડ થઇ રહેલ છે અત્યારે ગરમીમાં એક બાજુ પીવાનું પાણી મેળવવામાં મુશ્કેલી પડે છે જયારે આ રીતે આડેધડ ખોદકામ કરવાથી પાણીની નળીઓ તોડી નાખે છે.પાણીનો જોરદાર બગાડ થઇ રહેલ છે. તો આ ટુટેલા પાઇપને તાત્કાલીક રીપેરીંગ કરવામાં આવે તેવી લોકોની માંગણી છે.

(12:08 pm IST)