સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd May 2018

ઉપલેટા કબ્રસ્તાનમાં કચરાનું સામ્રાજય દલીતોને દફનાવવા માટેની જગ્યા અપૂરતી

ઉપલેટા તા.૨૧: ધોરાજી દરવાજા પાસે આવેલ હિન્દુ દલિત કબ્રસ્તાન ખાતે ગંદકી અને કચરાનું સામ્રાજય હોવાથી દફનવિધી કરતી વખતે પડતી પારાવાર મુશ્કેલીઓ દલિત આગેવાન અને ઉપલેટા વોર્ડ નં.૧ના સુધરાઇ સભ્ય ધર્મેશ ભાષા દ્વારા યોગ્ય કરવા માંગણી કરી છે.

ઉપલેટા શહેરમાં હિન્દુ-મુશ્લીમ અને દલિતોના આમ ત્રણ સ્મશાનો શહેરની બહાર ધોરાજી દરવાજા પાસે આવેલા છે.જેમાંથી મુસ્લીમ અને દલિત લોકો પોતાના સ્મશાન ગૃહ ખાતે મૃત લોકોની દફનવિધી કરતા હોય છે ત્યારે ઉપલેટા દલિત સમાજના કબ્રસ્તાન ખાતે આખા શહેરનો કચરો એકઠો કરી સ્મશાન ભુમીની જગ્યા ઉપર એકત્રીત કરવામાં આવે છે.

શેરી અને રોડ-રસ્તાઓ ઉપરથી તમામ કચરો એકઠો કરી દલિત કબ્રસ્તાનની જગ્યા ઉપર જમા કરવામાં આવતો હોવાથી ઉપલેટા દલિત સમાજમાં ભારે રોષ ઉભો થયેલ છે. એકત્રીત થયેલ કચરાના ઢગલામાંથી અસહય દુર્ગધ મારતી વાસ આવતી હોવાથી દફનવિધી કરતી વખતે લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. એટલું જ નહિં પરંતુ દફનવિધી કરતી વખતે કયારેક તો કચરાના ઢગલા ઉપાડી તેમની વચ્ચે લોકોને દફનાવતા હોવાની હકીકત બહાર આવેલ છે. ત્યારે શહેરમાંથી એકત્રીત થયેલ કચરાનો સમાવેશ અન્ય બીજી જગ્યા ઉપર કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પોમલ છે.

(12:07 pm IST)