સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd May 2018

ભુજઃ ૧૦ વર્ષની બાળકીની છેડતી કરવા અંગે આદીપુરના કરાટે કોચને પાંચ વર્ષની સજા

ભુજ તા.૨૨: ભુજના આદિપુર ની ૧૦ વર્ષીય સાયટીકાગ્રસ્ત બાળકીને કરાટે ની તાલીમ આપતા અને માલિશ દ્વારા સારવાર કરતા કરાટે કોચ દ્વારા તેણીની કરાયેલી છેડતી ની ફરીયાદ અંગે ... અધિક સેશન્સ જજ આર.જી. દેવધરા એ પોકસો અને અન્ય કલમો તળે કરાટે કોચ ચિન્ટુ ઉર્ફે ચિંતન આસવાણી ને પાંચ વર્ષની કેદ અને ૨૫ હજારનો દંડ ફરકાર્યો છે. જો દંડ ન ભરે તો ૧ વર્ષની વધુ સજા અને દંડ ની ૨૫ હજાર ની રકમ માંથી ૨૦ હજાર  ભોગ બનનાર ને ચુકવી આપવાનો હુકમ કર્યો છે. આરોપી ચિન્ટુ એ માલીશ દરમ્યાન બાળકીના ગુપ્તભાગમાં આંગળી ફેરવીને જાતીય સતામણી કરી હતી. ૧૦ વર્ષની પુત્રીને બેદિવસ સુધી ડરેલી જોઇ તેના પિતાએ વિશ્વાસમાં લઇ પૂછપરછ કરતાં ચિન્ટુ ની હરકત સામે આવતા તેની વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરાઇ હતી.

(12:06 pm IST)