સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd May 2018

પોરબંદરના પેટ્રોલ પમ્પમાં છરી બતાવીને ૨૨ હજારની લૂંટ

મધરાત્રે બ્લ્યુશર્ટ અને જીન્સ પહેરેલ અજાણ્યો શખ્સ સફેદ સ્કુટરમાં પેટ્રોલ પુરાવવા આવેલ

પોરબંદર તા.૨૨: અહીં વીરભનુની ખાંભી પાસે એસ્સાર પેટ્રોલ પમ્પમાં ગઇકાલે મધરાત્રીના એક અજાણ્યો શખ્સે સફેદ કલરનું જયુપીટર સ્કુટર લઇને પેટ્રોલ પુરાવવા આવેલ અને પેટ્રોલ પમ્પ ઉપર ફરજ બજાવતા કેવલ કરશનભાઇ રબારી (ઉ.૧૯)ને છરી બતાવીને પેટ્રોલ વેચાણના મોટા પર્સમાં રાખેલ ૨૨૫૦૦ની લુંટ કરીને નાસી ગયેલ છે.

અજાણ્યા શખ્સે બ્લ્યુ કલરનો શર્ટ અને જીન્સ પહેરેલ હતુ તેમણે પેટ્રોલ પુરાવીને પૈસા ચુકવવાને બદલે રોકડની લૂંટ ચલાવીને નાસી ગયો હતો. તેની સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.(૭.૧૩)

(12:06 pm IST)