સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd May 2018

ભાવનગરના સરતાનપર (બંદર) અને પાદરી (ગો) ગામના ૨૦ મૃતક પરિવારને તાત્કાલીક સહાય ચુકવાશે

સામુહિક બેસણામાં રાજકીય-સામાજીક આગેવાનોની ખાત્રી

ભાવનગર તા.૨૨: તળાજા, સરતાનપર (બંદર) અને પાદરી (ગો)ગામના પેટીયું રળવાજતા ખેત મજુરોના અકસ્માતે થયેલ મોતના પગલે આજે સરતાનપર (બંદર) ગામે રાખેલ સામુહીક બેસણામાં સાંસદ, અધિક કલેકટર, ટીડીઓ, મામલતદાર સહીતનાએ હાજરી રહી સરકાર તરફથી મળતી સહાય તાત્કાલીક આપવાની ખાતરી આપી હતી. આ સમયે ઉપસ્થિત સમાજના આગેવાનો પણ વરસ્યા હતા.

તળાજા પંથકમાં ખેત મજુરી સહીતની રોજગારીનો આભાવ હોઇ બહુમત કોળી સમાજના દરીયા કાંઠાના ગામડાઓમાં રહેતા પરીવારજનોને ના છુટકે ખેત મજુરીએ બાળ-બચ્ચા પરિવારજનોને છોડી જવુ પડે છે.

ખેત મજુરીએ જતા ૨૦ જીવ ગુમાવતા સરતાનપર(બંદર)ગામે ગામ સમસ્ત રાખવામાં આવેલ સામુહીક બેસણામાં સાંસદ ભારતીબેન શિવાય, પૂર્વ ધારાસભ્ય શિવાભાઇ ગોહિલ, અધિક કલેકટર ડો.રાજેન્દ્ર પટેલ, મામલતદાર, ટીડીઓ સહીતનાએ હાજરી આપી હતી. મુખ્યમંત્રી રાહતનિધીમાંથી ૪ લાખ તથા શ્રમિકોને મળવા પણ એક લાખ સહીતની વિવિધ યોજણાઓ અને નોધાર બનેલા બાળકોને મળવાપાત્ર ફાયદાઓ વિશે માહીતી આપી તમામ પ્રકારની સહાય તાત્કાલીક મળશે તેમ તેવી ખાત્રી આપી હતી. તેમ સેવાભાવી યુવાન ઝવેરભાઇ ચુડાસમાંએ જણાવ્યુ હતુ.

સાથે કોળી સમાજના જીવણભાઇ હરીભાઇ મકવાણા, હરેશ બાબુભાઇ વેગડ, માણેકબેન જેંતીભાઇ, ગીધાભાઇ ડોડીયા તરફથી આર્થિક રોકડ સહાય કરાઇ હતી.

(12:05 pm IST)