સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd May 2018

વાંકાનેર પાસે કન્ટેનરમાંથી ૧૪ લાખના દારૂ સાથે હરિયાણાનો સાહિદખાન પકડાયો

આર.આર.સેલ.નો દરોડોઃ દારૂ-હરિયાણાના સત્યનારાયણ ઉર્ફે સતુએ મોકલ્યો'તોઃ દારૂની ૪પ૬૦ બોટલ અને ટ્રક સહિત રૂ. ર૪.૪૧ લાખની મત્તા કબ્જે

વાંકાનેર, તા. ૨૨ :. વાંકાનેર-બાઉન્ડ્રી નજીક ટોલનાકા પાસેથી આર.આર. સેલે ડાક પાર્સલ લખેલા ટ્રકને અટકાવી તલાસી લેતા તેમાથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવતા ચાલકની અટક કરી છે.

વાંકાનેર તાલુકા પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે ગત રાત્રીના આર.આર. સેલનો સ્ટાફ વોચમા હતો ત્યારે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પરના બાઉન્ડ્રી ટોલનાકા પાસે 'ડાક પાર્સલ' કી ગાડી લખેલો કન્ટેનરવાળો ટ્રક નં. એચઆર ૫૫ આર ૩૧૬૮ ટોલનાકા નજીક પહોંચતા

આર.આર. સેલના અધિકારી અને સ્ટાફે અટકાવી તલાસી લેતા તેમાં જુદી-જુદી બ્રાન્ડનાં ૭૫૦ એમ.એલ. ની ઇંગ્લીશ દારૂની ૪૫૬૦ બોટલ જેની કિંમત રૂ. ૧૪,૪૦,૦૦૦/- અને રૂ. દસ લાખ નો ટ્રક તથા રૂ. ૧૦૦૦ના બે મોબાઇલ મળી કુલ રૂ. ૨૪,૪૧,૦૦૦/- ના મુદામાલ સાથે ટ્રક ચાલક સાહિદખાન જકરીયા ખાન મુસ્લીમ (રહે. બાલવા, જી. મેવાર, હરિયાણા) ને પકડી પાડયો હતો અને તેની પુછપરછમાં પોલીસ સમક્ષ આપેલી કેફીયત મુજબ આ દારૂનો જથ્થો હરિયાણા ના કપરીવાસમાં રહેતા સત્યનારાયણ ઉર્ફે સતુ શ્રી ચંદે ટ્રક મારફતે મોકલ્યો હોવાનું જણાવ્યું છે.

પોલીસે કાગળો કરી ડ્રાઇવર સાહિદખાન ની અટક કરી છે જયારે અન્ય શખ્સો સામે ગુનો દાખલ કરી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.(૧.૧૨)

(12:05 pm IST)