સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd May 2018

જૂનાગઢમાં અતિવૃષ્ટિ અને વાવાઝોડાની પરિસ્થિતિના સામના માટે આગોતરા આયોજનની બેઠકઃ તરવૈયાઓની યાદી તૈયાર કરવા સૂચના

જૂનાગઢ, તા.૨૨: ચોમાસાની ઋતુ દરમ્યાન જો અતિવૃષ્ટિ કે વાવાઝોડું આવે તો ઓછામાં ઓછું નુકશાન થાય અને જાનહાની ન થાય તે માટે જિલ્લા તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવા માટે જિલ્લા કલેકટર વતી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષ સ્થાને જિલ્લાના અધિકારીઓની બેઠક મળી હતી.

આ બેઠકમાં જે તે તાલુકાના લાયઝન અધિકારી તરીકે મામલતદાર અને ટી.ડી.ઓની નિમણુંક કરવામાં આવી હતી.તાલુકા કક્ષાએ પ્રિ-મોનસુન અંગે આગોતરું આયોજન કરવા જણાવ્યું હતું.દરેક વિભાગોએ તેમજ તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીમાં કંટ્રોલ રૂમ તા. ૧-૦૬-૨૦૧૮ થી કાર્યરત કરવા જણાવ્યું હતું. ટી.ડી.ઓ.શ્રીએ જણાવ્યું હતું કે આપતિ વ્ય્વસ્થાપનધાર ૨૦૧૩ ની કલમ ૩૨ હેઠળ બેદરકારી દાખવનાર કર્મચારીઓ સામે ફોજદારી કાર્યવાહી પણ થઇ શકે છે.લાઈફ સપોર્ટ જેકેટ, હોડીઓ તેમજ તરવૈયાની યાદી અઘતન કરવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી.

આ બેઠકમાં અધિક કલેકટર શ્રી પી.વી.અંતાણીએ માળિયા-માંગરોળ તાલુકામાં વાવાઝોડા કે અતિવૃસ્ટીની અસર સાગરકાંઠાને લીધે વધારે થતી હોય આ તાલુકાના અધિકારીઓ પણ વિશેષ તૈયારી કરી લેવા જણાવ્યું હતું.

બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી તેમજ અન્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.                                 

માળિયા તાલુકાનો સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ

માળિયા હાટીના તાલુકાનો સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ તા.૨૩-૫-૧૮ ના રોજ સવારે ૧૧ કલાકે મામલતદાર કચેરી, માળિયા હાટીના ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં પ્રશ્નો ગ્રામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા જોઈએ. કાર્યક્રમમાં અરજદાર એકજ વિષયને લગતી રજૂઆત કરી શકશે તેમ એક યાદીમાં જણાવ્યું છે.

(12:01 pm IST)