સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd May 2018

બાંટવા પાસે ટેમ્પામાં ૪ પશુને ઠાંસી ઠાંસીને લઇ જતાં બે શખ્સો ઝબ્બે

જૂનાગઢ તા. રર :..  બાંટવામાં ટેમ્પામાં ૪ પશુને ઠાંસી-ઠાંસીને લઇ જતા બે શખ્સોને પોલીસે પકડી પાડી ઢોર અને વાહન કબ્જે કર્યુ હતું.

આ અંગેની વિગતો એવી છે કે, માણાવદર નજીકનાં બાંટવાના પોલીસ કોન્સ્ટેબલ મસરીભાઇ વરૂ નાઇટ પેટ્રોલીંગમાં હતાં. ત્યારે જીજે-૦ર-યુ- ૯૧૩૧ નંબરનો ટેમ્પો  ૪ પશુ સાથે પસાર થયો હતો.

આથી વાહન રોકીને તલાસી લેતા બે વાછરડા, ૧ ગાય અને ધણખુંટને ઠાંસી-ઠાંસીને ક્રુરતા પૂર્વક બાંધેલા જોવા મળ્યા હતાં.

આથી પોલીસે રૂ. રપ હજારના ઢોર અને રૂ. ૯૦ હજારનાં ટેમ્પા સાથે બાંટવાના રાજુ કાળા ગરચર અને દેવા રમેશ  ગરચરની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:55 am IST)