સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd May 2018

જસદણના દેવપરામાં વાહન સામે આવવા પ્રશ્ને હેમતભાઇ વાઘાણી પર હુમલોઃ પગ ભાંગી નાંખ્યો

ભીમજી કોળી, ભાયા કોળી, ગોવિંદ કોળી સહિતના તૂટી પડ્યાઃ ઘાયલ કોળી આધેડને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૨: જસદણના દેવપરા ગામમાં રહેતાં કોળી આધેડ પર સાંજે ગામની સીમમાં ગામના જ કોળી શખ્સોએ ટોળકી રચી ધોકા-પાઇપથી હુમલો કરી પગ ભાંગી નાંખતા સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. વાહન સામ-સામે આવી જવા પ્રશ્ને ચડભડ થતાં આ હુમલો થયો હતો.

જાણવા મળ્યા મુજબ દેવપરા રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં હેમતભાઇ વાઘજીભાઇ વાછાણી (ઉ.૪૫) નામના કોળી આધેડ સાંજે ચારેક વાગ્યે પોતાનું બાઇક હંકારીની ગામની સીમમાંથી ઘર તરફ આવી રહ્યા હતાં ત્યારે રસ્તામાં સામે ભીમજી અને ગોવિંદ કોળી તેના બાઇક પર સામે આવી જતાં તેને ધ્યાન રાખવાનું કહેતાં બોલાચાલી થઇ હતી.

બાદમાં ભીમજી પ્રેમજી કોળી, ગોવિંદ પ્રેમજી કોળી, ભાયા ઉકા કોળી સહિત આઠ-દસ જણાએ ભેગા મળી ધોકા-પાઇપથી હુમલો કરી શરીરે ઇજાઓ કરી હતી. તેમજ ડાબો પગ ભાંગી નાંખ્યો હતો. હેમતભાઇને જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે જસદણ પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

 

(11:31 am IST)