સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd April 2021

બપોરે બે વાગ્યાથી દ્વારકા સજ્જડ બંધ : પ્રાંત,પાલિકા, પોલીસ અને વેપારી મંડળએ લીધો નિર્ણય

દ્વારકામાં કોરોનાની મહામારીને લઈને શહેરની તા, 22થી 30 એપ્રિલ સુધી રોજ બપોરે બે વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી સજ્જડ બંધ રાખવાનો વેપારી મંડળોએ નિર્ણય લીધો છે,

દ્વારકા પાલિકાના ખંડમાં મળેલી બેઠકમાં પ્રાંત અધિકારી નિહાર ભેટારીયા, પાલિકા પ્રમુખ જયોતિબેન સમાણી ,પી,આઈ,ગઢવી તથા વેપારી મંડળના આગેવાનોની બેઠક મળી હતી,

બેઠકમાં નક્કી થયા મુજબ ગ્રેઈન મરચન્ટ એસોસિયેશન, ચેમ્બર ઓફ કોમર્સ,શાક માર્કેટ ગ્રુપ અને લારી ગલ્લા પાન ,મસાલા હોટ, રેસ્ટોરન્ટ વગેરેએ સ્વૈચ્છીક બંધ રાખવાનું નક્કી કરાયું હતું

 માત્ર મેડિકલ સ્ટોર્સ અને ઇમર્જન્સી સેવા સિવાય તમામ ધંધા રોજગાર બંધ રાખવામાં આવનાર છે

(8:47 pm IST)