સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd April 2021

ધોરાજી સરકારી કોરોના કેર સેન્ટરમા ઓક્સિજન ખૂટતાં દોડધામ : ધારાસભ્ય લલિત વસોયાએ કલેકટર અને સામાજિક સંસ્થાઓ સાથે વાતચીત કરી હાલ ૬૫ દર્દીઓ સારવાર હેઠળ

ધોરાજી : ધોરાજી સરકારી હોસ્પીટલ માં ચાલી રહેલ કોરોના કેર સેન્ટરમાં ઓક્સિજનની ઉણપ સર્જાતા દોડધામ મચી જવા પામી હતી.
મળતી વિગતો પ્રમાણે હાલ ઠેર ઠેર ઓક્સિજન ની તંગી ને લઈને એનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે ધોરાજીના સરકારી હોસ્પીટલ માં ઓક્સિજન ની તંગી ઊભી થતાં દર્દીઓના સંબંધીઓ નાં શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. આ બાબતે સરકારી હોસ્પીટલ નાં અધિક્ષક ડો. જયેશ વેસ ટીયન એ જણાવેલ કે ઓક્સિજન સપ્લાય ઓછી થવાથી મુશ્કેલી પડી રહી છે. હાલ પ્રાંત અધિકારી અને તંત્ર સાથે વાત કરી ઓક્સિજન સિલિંડર મંગાવવા તજવીજ હાથ ધરી છે.
બીજી તરફ ધારાસભ્ય લલિત વસોયા એ જિલ્લા કલેકટર સાથે વાતચીત કરી ઓક્સિજન ની સપ્લાય ત્વરિત મળે એ ઉપરાંત શહેરની સામાજિક સંસ્થાઓ અને સેવાકીય સંસ્થાઓ ને ઓક્સિજન બોટલ સીવીલ હોસ્પિટલ માં પોહચાડવા વ્યવસ્થા કરી હતી.
ધોરાજી માધવ ગૌશાળા દ્રારા થોડા ઓક્સિજન બોટલ સરકારી હોસ્પીટલ માં પોહચડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઓક્સિજન સપ્લાય મામલે ધોરાજી પ્રાંત અધિકારી અને મામલતદાર કિશોર જોલાપરા સહિત અધિકારીઓ એ પૂરતા પ્રયાસો હાથ ધર્યા હતા.

(6:50 pm IST)