સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd April 2021

જુનાગઢમાં થોડીવાર બંધ રહેલ મકાનમાંથી મોટો હાથફેરો કરી લેનાર ચણાકાનો આશીષ બોરીયા ઝડપાઇ ગયોઃ રાજકોટના બે ગુન્હાનો ભેદ પણ ખૂલ્યો

જુનાગઢ, તા., રરઃ જુનાગઢ શહેર બી ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧ર૦૩૦ર૪ર ૧૦૩૬૬/૨૦૨૧ ના બંધ રહેલ પોતાના રહેણાંકમાં અજાણ્યા ઇસમએ મકાનનો નકુચો  તોડી અંદર પ્રવેશ કરી મકાનમાં રહેલ કબાટમાંથી કુલ કિ. રૂ. ૧,પ૬,૧૯૦ની ચોરી કરી લઇ ગયેલનો બનાવ બનેલ છે.

સદરહું ગુન્હામાં જુનાગઢ ગીરનાર દરવાજા પાસે રહેતો આશીષ મનુભાઇ વાણંદ સંડોવાયેલ હોવાનું અને હાલ ચોરીનો મુદામાલ વહેચવા નીકળેલ છે અને ચોરીના મુદામાલ સાથે ગીરનાર દરવાજા નજીક ઉભેલ છે તેવી હકિકત મળતા તુરત જ ગીરનાર દરવાજા પાસે હકિકતવાળી જગ્યા નજીક આવતા સત્યમ એપાર્ટમેન્ટ નીચેથી પકડી પાડી મજકુરની અંગજડતીમાંથી મળી આવેલ પીળી ધાતુના દાગીના, મોબાઇલ ફોન તથા રોકડા રૂપીયા મળી આવતા મજકુર પાસેથી દાગીના તથા રોકડા રૂપીયા પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરતો હોવાથી જણાવેલ કે પોતે ત્રણ ચાર દિવસ અગાઉ તળાવ દરવાજા નજીક એક એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે આવેલ બ્લોકમાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપીયા તથા એક મોબાઇલ ફોનની ચોરી કરેલાની હકીકત જણાવતા બી ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ.

હસ્તગત કરેલ આરોપી (૧) આશીષ મનુભાઇ બોરીયા (ઉ.વ.૩૮) રહે. જુનાગઢ સત્યમ એપાર્ટમેન્ટ બ્લોક નં. પ, ગીરનાર દરવાજા રોડ ઉપર ભાડાના મકાનમાં મુળ  ચણાકા ગામ તા.ભેંસાણ પાસેથી રોકડા રૂ.૩૮,૧૦૦, મો.ફોન ૩ કિ. રૂ. ૧૧,૦૦૦ સોનાના તથા તથા ખોટા દાગીના ીક. રૂ. ર,ર૮,૪૦૦ મળી કુલ ર,૭૭,પ૦૦નો મુદામાલ કબ્જે કરેલ છે.

આરોપી સામે અગાઉ (૧) જુનાગઢ તાલુકા પો.સ્ટે.ગુ.ર.નં. ફ.૧પપ/૨૦૦૮ ઇ.પી.કો. ક. ૩૬૩, ૩૬૬, ૩૭૬ મુજબ (ર) વડીયા (અમરેલી) પો.સ્ટે. ગુ.ર.નં. થર્ડ ૧૭૯/ર૦૧૯ પ્રોહી. ક. ૮પ (૧) મુજબ (૩) આજી ડેમ (રાજકોટ) પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧ર૦૮૦૦રર૧૦૩૩પ/૨૧ પ્રોહી. ક. ૬પએએ વિ.મુજબ (૪) ગોંડલ સીટી (રાજકોટ રૂરલ) પો.સ્ટે. ગુ.ર.નં. ફ. ૯૪/૨૦૧૮ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબ (પ) વડીયા (અમરેલી) પો.સ્ટે. ગુ. ર.નં. ૧૧૧૯૩૦૬૦ર૦૦૧૦૦ પ્રોહી. ક. ૬૬ (૧) બી મુજબ (૬) અમરેલી સીટી પો.સ્ટે. ગુ.ર.નં. થર્ડ ર૬૯/ર૦૧૯ પ્રોહી. ક. ૮પ મુજબ (૭) પ્રદ્યુમન નગર (રાજકોટ) પો.સ્ટે. ગુ.ર.નં. સે.૩૬/૨૦૧૫ ઇ.પી.કો.ક. ૧૮૮ મુજબ ગુન્હા દાખલ થયા હોઇ રાજકોટના બે ગુન્હાના ભેદ ખુલ્યા છે.

આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચા. એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ. આર.કે.ગોહીલ તથા ડી.જી.બડવા તથા પો.સ.ઇ. ડી.એમ.જલુ તથા એ.એસ.આઇ. વિ.એન.બડવા તથા પો.હેડ કોન્સ. શબીરખાન બેલીમ, વિક્રમભાઇ ચાવડા, યશપાલસિંહ જાડેજા, જીતેષ મારૂ, નિકુલ પટેલ તથા પો.કોન્સ. દિપકભાઇ બડવા, સાહીલ સમા, દિવ્યેશકુમાર ડાભી, ભરતભાઇ સોલંકી, કરશનભાઇ કરમટા, દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઇ સોનારા, ભરતભાઇ ઓડેદરા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી કરેલ છે.

(12:48 pm IST)