સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd April 2021

જૂનાગઢ હોસ્પિટલે દર્દીઓના સગા વહાલાઓને નિઃશુલ્ક ભોજન

જૂનાગઢ : સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે જૂનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કિરીટભાઇ પટેલ તથા પાર્ટી પરિવાર દ્વારા દર્દીઓના સગા વહાલાઓને રામનો દિધો રોટલો ખાધા કરતા ખવડાવ્યો મીઠોના ભાવથી નિઃશુલ્ક ભોજન વિતરણનો શુભારંભ કરવામાં આવેલ.

જીલ્લા ભાજપ મહામંત્રી ડો.જયકુમાર ત્રિવેદી, ભાજપ આગેવાન દિનેશભાઇ ખટારીયા, જૂનાગઢ જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન પ્રવિણભાઇ પટોળીયા, જૂનાગઢ તાલુકા ભાજપના અધ્યક્ષ અરવિંદભાઇ ધરડેશીયા તેમજ આગેવાનો તથા કાર્યકર્તાઓ દ્વારા જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ જરૂરી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા જહેમત ઉઠાવેલ તેમજ સારવાર લઇ રહેલ દર્દીઓની ચિંતા કરતા તેઓના સગા વહાલાઓની મદદરૂપ થવાના ભાવથી તેઓ માટે સિવીલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરવામાં આવેલ હતી તેમ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય મંત્રી ભરતભાઇ ચારીયાની યાદી જણાવે છે.

(12:46 pm IST)