સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd April 2021

જામનગરમાં પરંપરાગત શ્રીરામ સવારી કોરોનાને કારણે રદ : સાદાઇથી ઉજવણી

જામનગર : જામનગરમાં હિન્દુ ઉત્સવ સમિતિ મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા આ વર્ષે રામ નવમી નિમિત્ત્।ે નીકળતી રામ સવારીનું ભવ્ય આયોજન બંધ રાખવામાં આવ્યું હતું. અને પરંપરાગત આ રામ સવારીને પ્રતીક રૂપે ભગવાન રામની પ્રતિમા સાથે વિશ્વ વિખ્યાત બાલા હનુમાનજી મંદિર ખાતેથી શહેરના શોભાયાત્રાના માર્ગ પર નગરચર્યા કરવામાં આવી હતી અને પંચેશ્વર ટાવર પાસે લોહાણા મહાજન વાડી ખાતેના શ્રી રામજી મંદિરે સંપન્ન થઈ હતી. કોરોનાની મહામારીમાં માત્ર પરંપરા જાળવવા જૂજ લોકોએ શોભાયાત્રા રૂટ પર ભગવાન રામની પ્રતિમા સાથે ફર્યા હતા.(અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા-જામનગર)

(12:43 pm IST)