સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd April 2021

ધોરાજીમાં રામનવમી નિમિતે સોની બજાર પ્રાચીન રામજી મંદિર ખાતે રામ જન્મોત્સવ ઉજવાયો

ધોરાજી,તા.૨૨:  ધોરાજીમાં સોની બજાર ખાતે આવેલ પ્રાચીન શ્રી રામજી મંદિર ખાતે રામ જન્મ મહોત્સવ સાદાઈથી ઉજવાયો હતો તેમજ વૈદિક મંત્રોચાર સાથે મહા આરતી પંજરી પ્રસાદ સાહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

આ પ્રસંગે રામજી મંદિરના મહંત દિલીપ દાસ બાપુ અગ્રાવત એ જણાવેલ કે આ વર્ષે કોરોના મહામારી ના સમયને ધ્યાનમાં રાખી ભગવાન શ્રીરામના જન્મોત્સવ વૈદિક પરંપરા મુજબ મંત્રોચ્ચાર ધાર્મિક મંત્રોચાર ધાર્મિક વિધિ અને મહાઆરતી તેમજ પંજરી પ્રસાદ સાથે ઉજવવામાં આવ્યો હતો પરંતુ કોરોના મહામારી ને ધ્યાનમાં રાખી જાહેર જનતા માટે કોઈ આમંત્રણ આપવામાં આવ્યું ન હતો માત્ર સાદાઈથી ધાર્મિક મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.

આ સાથે રામજી મંદિરના મહંત શ્રી દિલીપદાસ બાપુ અગ્રાવત એ જણાવેલ કે હાલમાં કોરોના મહામારીના સમયમાં સમગ્ર દેશ અને વિશ્વ ચિંતામાં છે ત્યારે ભગવાન શ્રી રામના જન્મ સમયે મહાઆરતીમાં સંકલ્પ કર્યો કે આ દેશ કોરોના મહામારી માંથી બહાર નીકળે અને તમામ લોકો નીરોગી અને સ્વસ્થ રહે એવી ભગવાન શ્રી રામના ચરણોમાં પ્રાર્થના કરી હતી. રામ જન્મોત્સવ પ્રસંગે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ નિમેષભાઈ અગ્રાવત કેતનભાઇ અગ્રાવત બબાભાઈ કંદોઈ ધીરુભાઈ કોયાણી શૈલેષભાઈ સહિત લિમિટેડ ભકતો ઉપસ્થિત રહ્યા હતા.

(11:43 am IST)