સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd April 2021

ગોંડલ મુકિતધામના પાંચ મુકસેવકો કોવિડ કે નોન કોવિડ મૃતદેહોને આપી રહ્યા છે અગ્નિદાહ

સરકારી તંત્રએ એક કોવિડ મૃતદેહના અગ્નિસંસ્કાર દીઠ પાંચેયને પીપીઈ કીટ આપવાનું જણાવ્યું હતુ પરંતુ હેન્ડ ગ્લોઝ પણ નથી આપતાઃ નરી વાસ્તવિકતા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૨૨:  ગોંડલ ના મુકતેશ્વર સેવા ટ્રષ્ટ સંચાલિત મુકિતધામ માં છેલ્લા ઘણા દિવસોથી રાત દિવસ જોયા વગર કોવિડ - નોન કોવિડ મૃતદેહોને પાંચ મુકસેવક કોઈપણ જાતની પ્રસિદ્ઘિ વગર દિવસ રાત સેવા આપી રહ્યા છે એકવાર એક વૃદ્ઘ એકલા કોરોના પોઝિટિવ પત્નીના મૃતદેહ ને લઈ અગ્નિ સંસ્કાર માટે પહોંચ્યા હતા ત્યારે આ પાંચેય મૂકસેવકો એ કંધોતર બની અંતિમ વિધિ કરી ખરા અર્થમાં માનવતા બજાવી હતી.

ગોંડલ ના સ્મશાન ગૃહ ખાતે રમેશભાઈ ભેડા, વિજયસિંહ જાડેજા અને ભાવેશભાઈ વ્યાસ નગરપાલિકા રોજમદાર, બિઝનેસમેન દિનેશભાઇ ભાલાળા અને કિશનભાઈ જાદવ દ્વારા કોવિડ - નોન કોવિડ મૃતદેહોને સતત અગ્નિદાહ આપવામાં આવી રહ્યા છે. ઘણીવાર સ્મશાને ભૂખ્યા તરસ્યા પણ રહેવું પડતું હોય પણ આ પાંચેય વિરલા માટે ટ્રસ્ટના એક પૈસાનો ચા કે નાસ્તો હરામ બરોબર છે.

ગેસશૈયામાં સતત અગ્નિદાહના કારણે બ્લાસ્ટ થયો હતો ૯૦૦ ડીગ્રી ટેમ્પરેચર વચ્ચે રીપેરીંગ કામ શકય ન હોય દિનેશભાઇ ભાલાળા અને સાથીઓ દ્વારા સતત પાણી નો મારો ચલાવી ગેસશૈયાનું તાપમાન નીચું લાવી યુદ્ઘના ધોરણે રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું.

સ્મશાન ના ભડભાદરો ને પણ નિતનવા અનુભવો થઈ રહ્યા છે ગતરોજ એકવૃધ્ધ તેમના કોરોના પોઝિટિવ પત્ની નો મૃતદેહ લઈ એમ્બ્યુલન્સ મારફત સ્મશાને પહોંચ્યા હતા અને ભડભાદરો ને પૂછ્યું કે કાંધ દેવા આવશો ? એક ક્ષણ નો વિલંબ કર્યા વગર આ મૂકસેવકો એ વૃદ્ઘા ની અંતિમ સંસ્કાર ની વિધિ કરી આપી ખરા અર્થમાં સમાજ સેવા કરી હતી.

દિનેશભાઇ ભાલાળા બે અઢી દાયકા પહેલાં મોટા ભાઈ અરવિંદભાઈ ભાલાળા ની મુકતેશ્વર ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્ત્િ। ના ખૂબ વિરોધી હતા ભત્રીજા તેજસ ના લગ્ન વેળા એ અરવિંદભાઈ અકસ્માતમાં ઘાયલ અને મૃતકોની સેવા માં નીકળી જતા ઝઘડો પણ કર્યો હતો બાદમાં હૃદય પરિવર્તન થતા આજે દિનેશભાઇ નું સરનામું સ્મશાન થઈ ગયું છે કોઈપણ પ્રસિદ્ઘિ વગર ૨૪ કલાક નિરંતર સેવા આપી રહ્યા છે.

(11:37 am IST)